<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ગણેશોત્સવનો મહાપર્વ: ભાજપ નેતા આશિષ શેલારના ઘરે 'જેઠાલાલ' અને 'ક્રિકેટના ભગવાન' સચિન તેંડુલકરે લીધા બાપ્પાના આશીર્વાદ, ચાહકોની ઉમટી ભારે ભીડ!

ટીવી સ્ટાર દિલીપ જોશી, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, બોલિવૂડ ડિરેક્ટર સાજિદ ખાન અને અશોક પંડિતે ગણપતિ બાપ્પાની કરી ભક્તિભાવપૂર્વક પૂજા: સોશિયલ મીડિયા પર દર્શનના વીડિયો વાયરલ

મુંબઈ : દેશભરમાં ગણેશોત્સવનો પર્વ અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે માયાનગરી મુંબઈમાં પણ બોલિવૂડ અને ટીવી જગતની જાણીતી હસ્તીઓ બાપ્પાની ભક્તિમાં લીન જોવા મળી રહી છે. ગણેશોત્સવના આ પાવન અવસરે ભાજપના વરિષ્ઠ નેતા આશિષ શેલારના નિવાસ્થાને ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે દિગ્ગજ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. સુપરહિટ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'જેઠાલાલ'નું લોકપ્રિય પાત્ર ભજવતા અભિનેતા દિલીપ જોશી ખાસ બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

 

સફેદ શર્ટ અને બ્લેક પેન્ટના સાદા તથા કમ્ફર્ટેબલ લુકમાં આગમન કરનાર દિલીપ જોશીને જોતાં જ સ્થળ પર હાજર ચાહકો ઉત્સાહિત થઈ ગયા હતા. તેમણે હાથ જોડીને ફેન્સનું સ્મિત સાથે અભિવાદન કર્યું હતું અને પાપારાઝી સામે પોઝ પણ આપ્યા હતા. દિલીપ જોશીએ ગણપતિ બાપ્પાના ચરણોમાં સીસ નમાવીને દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે આશીર્વાદ માગ્યા હતા.

 

સચિન તેંડુલકર, સાજિદ ખાન અને અશોક પંડિત પણ પહોંચ્યા

 

દિલીપ જોશી ઉપરાંત ભારતીય ક્રિકેટના મહાનુભાવ સચિન તેંડુલકરે પણ મોડી રાત્રે આશિષ શેલારના નિવાસ્થાને પહોંચીને બાપ્પાના દર્શન કર્યા હતા. આશિષ શેલાર અને તેમની પત્નીએ સચિન તેંડુલકરનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ સિવાય બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર અશોક પંડિત અને ડિરેક્ટર સાજિદ ખાન સહિત મનોરંજન જગતની અનેક નામી હસ્તીઓએ પણ બાપ્પાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ આશિષ શેલારના ઘરે ગણેશોત્સવ દરમિયાન તારાઓનો મેળાવડો જામ્યો હતો.

(7:06 PM IST)