તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
ગણેશ ચતુર્થી પર મહેંદી લેવા માટે કુંવારા લોકોની પડાપડી થઈ : ૩ કલાકમાં ૩૫૦૦ કિલો મહેંદી ખતમ થઈ ગઈ
મોતી ડૂંગરી ગણેશ મંદિરમાં ભગવાનને અર્પિત થતી મહેંદી લગાવવાથી કુંવારા યુવક-યુવતીઓના લગ્નના યોગ બને છે

જયપુર, તા. ૧૫ : ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા જયપુરના પ્રસિદ્ધ મોતી ડૂંગરી ગણેશ મંદિરમાં સિજારા મહોત્સવ દરમ્યાન શ્રદ્ધાનું એવું ઘોડાપૂર ઉમટ્યું કે મંદિર પ્રશાસન અને પોલીસ માટે ભીડ સંભાળવી મુશ્કેલ થઈ ગઈ. ભગવાન ગણેશને અર્પિત થતી સિજારાની મહેંદી લેવા માટે રાજસ્થાન જ નહીં પણ દેશના કેટલાય રાજ્યોમાં લોકો જયપુર આવે છે. જોતજોતામાં મંદિરની બહાર લાંબી લાઈનો લાગી ગઈ અને કેટલીય જગ્યા પર ધક્કામુક્કી જેવી સ્થિતિ પણ થઈ ગઈ.
સિજારા ઉત્સવ માટે સોજતથી લગભગ ૩૫૦૦ કિલો મહેંદી મંગાવી હતી. પરંપરા અનુસાર, પહેલા આ મહેંદીને ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવી અને ત્યાર બાદ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવે છે. મહેંદી વહેંચાનો સમય સાંજના ૭.૩૦ કલાકે નક્કી કર્યો હતો, પણ શ્રદ્ધાળુઓની વધતી ભીડને જોતા મંદિર પ્રશાસને સમય પહેલા વિતરણ શરુ કરી દીધું. લગભગ ત્રણ કલાકની અંદર બધી મહેંદી ખતમ થઈ ગઈ. સાંજના ૭ વાગ્યાની આસપાસ મંદિર પ્રશાસને મહેંદી ખતમ થવાની ઘોષણા કરી શ્રદ્ધાળુઓને પરત ફરવાની અપીલ કરી.
આ વખતે સિજારાની મહેંદીને લઈ સોશિયલ મીડિયા પર કેટલીય રિલ્સ વાયરલ થઈ હતી. તેમાં દાવો કરવામાં આવતો હતો કે મોતી ડૂંગરી ગણેશ મંદિરમાં ભગવાનને અર્પિત થતી મહેંદી લગાવવાથી કુંવારા યુવક-યુવતીઓના લગ્નના યોગ બને છે. આ માન્યતાએ લોકોની ઉત્સુકતા વધારી દીધી. દિલ્હી, ચંડીગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ અને પヘમિ બંગાળ સહિત કેટલાય રાજ્યોમાંથી યુવાનો જયપુર પહોંચવા લાગ્યા હતા. કોઈ પોતાના માટે મહેંદી લઈ ગયા તો કોઈ પોતાના દીકરા-દીકરી માટે, ભાઈ-બહેન માટે લેવા આવ્યા હતા.
મહેંદી લેવાની ઈચ્છા એટલી હતી કે અમુક શ્રદ્ધાળુઓ તો શનિવાર રાતથી જ મંદિરની આજુબાજુમાં અડ્ડો જમાવીને બેસી ગયા હતા. રવિવાર સવાર થતાં તો ભીડ વધવા લાગી અને મંદિર બહાર લાંબી લાઈનો લાગી ગઈ. એક તરફની લાઈન એમડી રોડ સુધી પહોંચી ગઈ, જ્યારે બીજી તરફ જેએલએન રોડ સુધી લાઈન પહોંચવા લાગી. સ્થિતિ જોતા ટ્રાફિક ડાયવર્ઝન કરવું પડ્યું.
મંદિર સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, સિજારા ઉત્સવમાં ભગવાન ગણેશને મહેંદી અર્પિત કરવાની પરંપરા છે. પૂજા બાદ આ મહેંદી શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવે છે. માન્યતા છે કે આ શગુન તરીકે લઈ જવા અને ઉપયોગ કરવાથી માંગલિક કાર્યોમાં શુભતા આવે છે.
ખાસ કરીને એવા પરિવાર, જ્યાં લગ્નની ઉંમર થવા છતાં યુવક અથવા યુવતીના લગ્ન થતા નથી. તે આ મહેંદીને ખાસ આસ્થા સાથે લઈ જાય છે. અમુક શ્રદ્ધાળુઓની વચ્ચે આ વિશ્વાસ પણ છે કે ભગવાન ગણેશને અર્પિત મહેંદી હાથ પર લગાવવાથી એક વર્ષની અંદર લગ્નના યોગ બને છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
