<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ મુન્‍દ્રાનું નાણાકીય કૌભાંડ

ઇન્‍કમટેક્‍સના સર્ચ ઓપરેશનમાં બોગસ સેલ કંપનીઓ દ્વારા ૮ અબજથી વધુ રકમ વિદેશ મોકલવાનું ષડયંત્ર ખુલ્‍યુ : દેશની તિજોરીને જંગી આર્થિક નુકસાન પહોંચાડવાનું કૌભાંડ, ૪ સીએ અને ૫ વચેટિયા સામે પોલીસ ફરિયાદ બાદ પેઢીના અસલી માલિકોને શોધવા કવાયતં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪:  કચ્‍છના બંદરીય શહેરો ગાંધીધામ અને મુન્‍દ્રામાં આયાત નિકાસના ઓઠા તળે વિદેશમાં નાણાં મોકલવાના (Foreign Remittances) બહાને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાનું આર્થિક કૌભાંડ સામે આવ્‍યું છે. આવકવેરા વિભાગ (Income Tax) ના સર્ચ ઓપરેશન દરમિયાન રૂ. ૮૦૪.૩૦ કરોડના શંકાસ્‍પદ નાણાકીય વ્‍યવહારો પકડાતા જ સમગ્ર આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જાણો  શું  છે સમગ્ર મામલો? કૌભાંડની મોડસ ઓપરેન્‍ડીમાં ખોટા પ્રમાણપત્રોનો ખેલઃ વર્ષ ૨૦૨૧-૨૨થી ૨૦૨૪-૨૫ દરમિયાન વિવિધ શેલ/બોગસ કંપનીઓ દ્વારા વિદેશમાં મોટા પાયે નાણાં મોકલવામાં આવ્‍યા હતા. વિદેશમાં ૫ લાખથી વધુની રકમ મોકલવા માટે CA દ્વારા આપવામાં આવતું Form 15CB સર્ટિફિકેટ ફરજિયાત હોય છે. આરોપી ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ્‍સે કોઈપણ પ્રકારના હિસાબી ચોપડા, બેંક ખાતા, કરારો કે દસ્‍તાવેજી પુરાવાની યોગ્‍ય ચકાસણી કર્યા વિના જ ૫૦૦થી વધુ બોગસ ફોર્મ ૧૫ સીબી ઇસ્‍યુ કરી દીધા હતા. આ સીએ (CA) ગ્રુપે કંપનીના અસલી ડિરેક્‍ટરો કે માલિકો સાથે વાતચીત કર્યા વિના, માત્ર વચેટિયાઓ મારફતે આખી પ્રક્રિયા સંભાળી હતી અને બદલામાં રોકડા રૂપિયામાં કમિશન મેળવ્‍યું હતું. ઇન્‍કમટેક્‍સની તપાસમાં બહાર આવ્‍યું છે કે, ચોપડે દર્શાવેલા સરનામા પર વાસ્‍તવમાં કોઈ કંપની જ હયાત નહોતી. ગાંધીધામ ઇન્‍કમટેક્‍સ ઓફિસના ઇન્‍સ્‍પેક્‍ટરની સત્તાવાર ફરિયાદના આધારે ‘એ' ડિવિઝન પોલીસે તમામ ૯ આરોપીઓ સામે ભારતીય ન્‍યાય સંહિતા (BNS) હેઠળ ગુનાહિત કાવતરું રચવા, છેતરપિંડી, વિશ્વાસઘાત અને બોગસ દસ્‍તાવેજો બનાવવા અંગે ફોજદારી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ચોપડે નોંધાયેલી FIR મુજબ નીચેના ૯ વ્‍યક્‍તિઓ સામે ગુનો દાખલ થયો છેઃ પુનિલ અતુલ દંડ (CA), નિખિલ અવધેશ મિશ્રા (CA), રાહુલ સાધુ (CA), કરણ અગ્રવાલ (CA) ઉપરાંત વચેટિયાઓ રવીન્‍દ્ર શિશુપાલ કેલા, પ્રવિણ જૈન, શૈલેન્‍દ્ર શેહરાવત, આલોક મિત્તલ, અજયકુમાર અખાણી. તપાસનો આગામી દોર ગાંધીધામ અને મુન્‍દ્રાની શિપિંગ-લોજિસ્‍ટિક્‍સ કંપનીઓ પર આઈટી વિભાગની કડક કાર્યવાહી બાદ પોલીસ હવે આ વ્‍યવહારોના અસલી માલિકો સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે. આગામી દિવસોમાં આ મની લોન્‍ડરિંગ અને ટેક્‍સ ચોરીના કૌભાંડમાં વધુ મોટા ખુલાસાઓ તેમજ ધરપકડ થવાની પૂરેપૂરી શકયતા સેવાઈ રહી છે. (૩

(10:55 AM IST)