તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
કર્ણાટકના કાલાબુર્ગીમાં ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના ૫ લોકોનાં મોત

બેંગલુરુ: કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં લાડલાપુર ક્રોસ નજીક એક કાર અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ૫ લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
કર્ણાટકના કાલાબુર્ગીમાં હાઇવે પર એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લાડલાપુર ક્રોસ પાસેથી પસાર થઈ રહેલી એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ૫ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી હાથ ધરીને પોલીસે કારમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો. અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
