<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

હિમાચલમાં ગમખ્વાર અકસ્માત: ચંબા જિલ્લામાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી અલ્ટો કાર, એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોત

ચુરાહ વિસ્તારના તિસ્સા-બૈરાગઢ રોડ પર શુક્રવારે મોડી રાત્રે દુર્ઘટના, વળાંકમાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખીણમાં પડી, મૃતકોમાં પતિ-પત્ની અને 2 બાળકો, સ્થાનિક લોકો અને પોલીસે 5 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા, મુખ્યમંત્રીએ 4-4 લાખની સહાય જાહેર કરી*

ચંબા : હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે. ચુરાહ તહસીલના તિસ્સા-બૈરાગઢ રોડ પર એક અલ્ટો કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.

 

પોલીસના જણાવ્યા મુજબ, બૈરાગઢ ગામના રહેવાસી રાકેશ કુમાર (38) તેમની પત્ની સુનીતા (35) અને બે બાળકો અમન (12) અને રિયા (9) સાથે સંબંધીના ઘરેથી પરત ફરી રહ્યા હતા. રાત્રે લગભગ 11 વાગ્યે એક તીવ્ર વળાંક પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ખીણમાં ખાબકી હતી.

 

અકસ્માતનો અવાજ સાંભળી સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. અંધારું અને દુર્ગમ રસ્તાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી. લગભગ 5 કલાકની જહેમત બાદ SDRF અને પોલીસની ટીમે ચારેય મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢ્યા હતા. 

 

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(3:13 PM IST)