તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
આ તો માત્ર ટ્રેલર હતું: પેટ્રોલ - ડિઝલ અને LPGનાં ભાવ હજી વધવાની શકયતા
મોંઘવારી રાડ બોલાવી દયે તેવી શકયતા : ન્યુઝ ફર્સ્ટ

નવી દિલ્હી તા.૧૫: ન્યુઝ ફર્સ્ટ ના અહેવાલ મુજબ આજે ડીઝલ પેટ્રોલના ભાવોમાં વધારાના પડઘમ હજી શમ્યા નથી ત્યારે આ ભાવવધારાની ઝીંક બાદ હજુ સામાન્ય માણસને રાહત નહિ મળે. મળતા અહેવાલો મુજબ, આગામી એક-બે અઠવાડિયામાં જ પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવમાં વધુ એક તોતિગ વધારો ઝીંકાય તેવી ભીતિ છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી હોવાનો ન્યુઝ ફર્સ્ટ જણાવે છે
લાંબા સમયના બ્રેક બાદ આજે ૧૫ મેના રોજ પેટ્રોલ અને ડીઝલમાં લીટરે ૩ રૂપિયાનો અને સીએનજી માં એક કિલોએ બે રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, પરંતુ સામાન્ય માણસ માટે આટલેથી જ આફત પૂરી થતી નથી. તાજા અહેવાલો મુજબ, ઇંધણના ભાવમાં હજુ એક ભડકો થવાની પૂરી શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા તોતિગ ઉછાળા અને વૈશ્વિક તણાવને પગલે સરકારી ઓઇલ કંપનીઓને રોજના હજારો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે આગામી એક કે બે અઠવાડિયાની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવી શકે છે.
સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે, આ વખતે માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પરંતુ ગૃહિણીઓનું બજેટ ખોરવતો ઘરવપરાશનો એલપીજી રાંધણ ગેસનો બાટલો પણ વધુ મોંઘોદાટ થવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એલપીજીના ભાવમાં ૪૦ થી ૫૦ રૂપિયાનો વધારો ઝીંકાય તેવી ચર્ચા છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
