<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ફ્રી બસ સેવા, મહિલાઓને ૩ હજારઃ શુભેન્‍દુ સરકારે કેબિનેટ બેઠકમાં લીધા નિર્ણયો

મમતાના ગઢમાં ભાજપનો માસ્‍ટર સ્‍ટ્રોક : સાતમાં પગારપંચની જાહેરાતથી સરકારી કર્મચારીઓમાં દિવાળી જેવો માહોલ

નવી દિલ્‍હી તા.૧૮: વિશ્વની સૌથી મૂલ્‍યવાન ટેક કંપની એપલ ફરી એક મોટા વિવાદમાં ફસાઈ છે. આઇફોનની પ્રીમિયમ ગુણવત્તા અને લાંબા આયુષ્‍યનો ગર્વ કરતી આ કંપની પર એક ભૂતપૂર્વ કર્મચારીએ ગંભીર આરોપ લગાવ્‍યો છે કે ઍપલ જાણીજોઈને જૂનાં આઇફોન મોડલોમાં માલવેર મોકલીને એને ધીમો કરે છે, જેનાથી ગ્રાહકોને નવું વધુ મોંઘું મોડલ ખરીદવાની ફરજ પડે. ઍપલે આ દાવા પર કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્‍યું નથી. જોકે આ ખુલાસાએ વિશ્વભરના કરોડો આઇફોન યુઝર્સને ચિતામાં મૂકી દીધા છે.

એપલ દ્વારા આઇફોન ૧૬ સિરીઝ લોન્‍ચ- ૭૯, ૯૦૦ રૂપિયાથી માંડીને ૧,૮૪,૯૦૦ રૂપિયા કિમતેએપલ દ્વારા આઇફોન ૧૬ સિરીઝ લોન્‍ચ- ૭૯, ૯૦૦ રૂપિયાથી માંડીને ૧,૮૪,૯૦૦ રૂપિયા કિંમત સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ હ્‍ પર ભૂતપૂર્વ સોફટવેર એન્‍જાિનિયરે દાવો કર્યો છે કે આ સમગ્ર પ્રક્રિયા એક સુનિયોજિત વ્‍યૂહરચનાના ભાગરૂપે કાર્ય કરે છે. જ્‍યારે પણ નવો આઇફોન લોન્‍ચ થવાનો હોય ત્‍યારે કંપની જૂનાં મોડલો માટે સોફટવેર અપડેટ્‍સ રિલીઝ કરે છે. આ અપડેટ્‍સ ડિવાઇસમાં કોડિગ અથવા માલવેર દાખલ કરે છે જે એનો પ્રોસેસિગ પાવર ઘટાડે છે. પરિણામે યુઝર્સને લાગે છે કે તેનો ફોન હવે જૂનો અને નકામો થઈ ગયો છે.

એપલ પર ડિવાઇસ થ્રોટલિગનો એટલે કે ઇરાદાપૂર્વક ડિવાઇસ ધીમું કરવાનો આરોપ નવો નથી. ૨૦૧૭માં ‘બેટરી ગેટ' તરીકે ઓળખાતો એક વિવાદ થયો હતો. એ સમયે iOS 10.2.1 અપડેટ પછી લાખો આઇફોન ૬ યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેમના ફોન અચાનક બંધ થઈ રહ્યા છે. તપાસમાં જાણવા મળ્‍યું હતું કે ઍપલે બેટરી-લાઇફ બચાવવાના બહાને ફોનનો પર્ફોર્મન્‍સ ઘટાડી દીધો હતો. આ માટે કંપનીને ભારે દંડ કરવામાં આવ્‍યો હતો અને ઘણા દેશોમાં યુઝર્સની બેટરી મફતમાં બદલી આપવી પડી હતી.

ટેકનોલોજિકલ નિષ્‍ણાતો માને છે કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. સમય જતાં આઇફોનમાં વપરાતી લિથિયમ-આયન બેટરી રાસાયણિક રીતે જૂની થઈ જાય છે. સામાન્‍ય રીતે બેથી ૩ વર્ષ પછી બેટરીની ક્ષમતા ૮૦ ટકા ઘટી જાય છે. જ્‍યારે નોંધપાત્ર સોફટવેર અપડેટ ઇન્‍સ્‍ટોલ કરવામાં આવે છે ત્‍યારે પ્રોસેસરને અચાનક વધુ પાવરની જરૂર પડે છે. જૂની બેટરીઓ આ પીક પાવર સપ્‍લાય કરવામાં અસમર્થ હોય છે, જેને કારણે ફોન ક્રેશ થવાથી બચવા માટે આપોઆપ ધીમો થઈ જાય છે.

(3:34 PM IST)