તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
૦.૦૪ ટકાના MDRમાં કોને શું મળશે એની ફોર્મ્યુલા આવી ગઈ
ઇશ્યુઅર બેન્કોને ૪૦ ટકા, મર્ચન્ટ એક્વાયરર્સને ૩૦ ટકા, UPI એપ્સને ૨૦ ટકા અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ૧૦ ટકા મળશે

મુંબઇ તા.૧૭: ઇશ્યુઅર બેન્કોને ૪૦ ટકા, મર્ચન્ટ એક્વાયરર્સને ૩૦ ટકા, UPI એપ્સને ૨૦ ટકા અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ૧૦ ટકા મળશેઃ ટેલિકોમ, રેલવે, ફયુઅલ, વીમા જેવી સર્વિસ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન પાંચ રૂપિયાનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લેવાશે; મૂડીબજારના વ્યવહારો પર ૦.૦૨ ટકા લાગશે
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાથી કોને કેટલો હિસ્સો મળશે એની ફોર્મ્યુલા આવી ગઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ ફીની વહેંચણી કેવી રીતે થશે એની વિગતો આપી છે. આ આવકમાંથી ઇશ્યુઅર બેન્કોને ૪૦ ટકા, મર્ચન્ટ એક્વાયરર્સને ૩૦ ટકા, UPI એપ્સને ૨૦ ટકા અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ૧૦ ટકા રકમ મળશે. આ ફોર્મ્યુલા મુજબ UPI પેમેન્ટ્સ સ્વીકારવાનો ખર્ચ ગ્રાહકોને બદલે વેપારીઓએ ભોગવવાનો રહેશે.
ઉદાહરણ તરીકે ૧૦,૦૦૦ રૂપિયાના UPI વ્યવહાર પર ૦.૪ ટકા MDRની રકમ ૪૦ રૂપિયા થશે. આમાં કાર્ડ કે એપ જારી કરનાર બેન્કને ૧૬ રૂપિયા અને પેમેન્ટ સ્વીકારનાર (એક્વાયરિંગ) બેન્કને ૧૨ રૂપિયા મળશે. UPI એપ્સને ૮ રૂપિયા અને બાકીના ૪ રૂપિયા UPI એપની ભાગીદાર બેન્કને મળશે.
ગ્રાહકોને કોઈ પણ અસરથી બચાવવા માટે NPCIએ ટેલિકોમ, રેલવે, ફયુઅલ અને વીમા જેવી સેવાઓ માટે કેટલીક મહત્ત્વપૂર્ણ છૂટછાટો આપી છે. આ સેવાઓ માટે MDR પ્રતિ વ્યવહાર પાંચ રૂપિયાની નિヘતિ ફી તરીકે નક્કી કરવામાં આવ્યો છે.
મૂડીબજારના વ્યવહારો માટે પણ MDR ૦.૦૨ ટકા નક્કી કરવામાં આવ્યો છે, કારણ કે આવા વ્યવહારોનું મૂલ્ય સામાન્ય રીતે ઘણું વધારે હોય છે.
NPCIએ એક્વાયરિગ બેન્કોને ખાસ સૂચના આપી છે કે તેઓ સુનિヘતિ કરે કે વેપારીઓ MDR ચાર્જનો બોજ ગ્રાહકો પર ન નાખે. UPI એપ પ્રોવાઇડર્સ પણ UPI દ્વારા કરવામાં આવતા પેમેન્ટ પર પ્લેટફોર્મ-ફી કે અન્ય કોઈ ચાર્જ વસૂલી શકતા નથી.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
