<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માને નવી જવાબદારીઃ આંદામાન-નિકોબાર દ્વીપસમૂહના ઉપરાજ્યપાલ તરીકે રાષ્ટ્રપતિએ નિયુક્ત કર્યા

રાજ્યસભાના સાંસદ દિનેશ શર્મા કાર્યભાર સંભાળતાં જ પદગ્રહણ કરશેઃ નિવૃત્ત નૌસેનાધ્યક્ષ દેવેન્દ્રકુમાર જોશીનું સ્થાન લેશે હવે સત્તાવાર રીતે દિનેશ શર્માની નિયુક્તિ તેમના કાર્યભાર સંભાળ્યાની તારીખથી અમલી બનશે અને તેઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં રાષ્ટ્રપતિના પ્રતિનિધિ રહેશે.

નવી દિલ્હી, તા. ૬: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ ડૉ. દિનેશ શર્માની આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્તિ કરી છે. રાષ્ટ્રપતિ ભવનના આદેશ મુજબ તેઓ કાર્યભાર સંભાળે ત્યારથી નિયુક્તિ અમલી બનશે.

 

બાસઠ વર્ષીય દિનેશ શર્મા લખનઉના મહાપૌર રહી ચૂક્યા છે. તેઓ વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ દરમિયાન ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી હતા અને ઉચ્ચ શિક્ષણ સહિતના વિભાગોની જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા અને ઉપસભાપતિ મંડળના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.

 

તેઓ નિવૃત્ત નૌસેનાધ્યક્ષ એડમિરલ દેવેન્દ્રકુમાર જોશીનું સ્થાન લેશે, જેઓ ઓક્ટોબર ૨૦૧૭થી આ પદ ઉપર હતા. વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દ્વીપસમૂહના વહીવટ, સુરક્ષા, વિકાસ અને કેન્દ્ર સરકાર સાથેના સંકલનની જવાબદારી હવે દિનેશ શર્મા સંભાળશે.

(1:20 PM IST)