તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
ભૂતપૂર્વ અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી ઉર્ફે ‘ડેડી'એ કર્યા લાલબાગચા રાજાના દર્શન
ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરી અને આશીર્વાદ મેળવ્યા

મુંબઈ તા.૨૫: ગણેશોત્સવ ૨૦૨૬ દરમિયાન, અંડરવર્લ્ડ ગેન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળી ઉર્ફે ‘ડેડી'એ ગુરુવારે મુંબઈના પ્રખ્યાત ‘લાલબાગચા રાજા‘ના પંડાલની મુલાકાત લીધી હતી. તેમણે ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરી અને આશીર્વાદ મેળવ્યા. લાલબાગચા રાજાના પંડાલમાં આગમન થતાં જ અરુણ ગવળીએ ત્યાં હાજર ભક્તો અને સ્થાનિકોનું ધ્યાન ખેંચ્યું હતું. (તસવીરોઃ સમીર આબેદી)
મુંબઈના જાણીતા અંડરવર્લ્ડ ડોન ડેડીની એક ઝલક મેળવવા માટે પંડાલની આસપાસ લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. અરુણ ગવળીએ લાલબાગચા રાજા સમક્ષ પ્રાર્થના કરી અને ભગવાનગણેશના આશીર્વાદ લીધા. તેમના આગમન સાથે જ પંડાલની આસપાસ લોકોની ભીડ ઉમટી પડી હતી.પંડાલમાં તેમની હાજરીને કારણે ભક્તોમાં ઉત્સુકતા જોવા મળી હતી અને ઘણા લોકો તેમને જોવા માટે નજીકમાં ઊભા રહી ગયા હતા.
અરુણ ગવળીની આ મુલાકાત અનંત ચતુર્દશીના એક દિવસ પહેલાં થઈ હતી. આ વર્ષે અનંત ચતુર્દશી ૨૫ સપ્ટેમ્બરે છે. અરુણ ગવળીની મુલાકાત દરમિયાન પણ લાલબાગચા રાજાના પંડાલની આસપાસ મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિકો હાજર હતાતેમના આગમન સમયે લોકોને જોવા માટે પંડાલની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ પણ ભીડને સાંભળવા તહેનાત હતી.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
