તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
અમેરિકા-ઈરાન કરાર મુદ્દે પત્રકારના વેધક અને આકરા સવાલોના વાવાઝોડા સામે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ભીંસમાં : જુઓ વિડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ : બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને મોસાદના વડા વચ્ચે મધ્ય રાત્રિએ ગુપ્ત મસલતોનો દોર શરૂ

अचानक खड़ा हुआ ये पत्रकार, 10 सेकंड में किया ट्रम्प का बुरा हाल ! pic.twitter.com/JsVpTHPH5j
— Avinash Jain (@Avinasjain) June 18, 2026
વોશિંગ્ટન:વૈશ્વિક કૂટનીતિ અને મધ્ય પૂર્વના રાજકારણમાં ચાલી રહેલી ભારે ખેંચતાણ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર વાયરલ થયેલા એક સનસનાટીભર્યા વીડિયોએ અમેરિકા સહિત સમગ્ર વિશ્વના રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો છે. આ વાયરલ વીડિયોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પત્રકારના અતિશય ધારદાર અને આકરા સવાલોનો સામનો કરતા નજરે પડી રહ્યા છે. ઈરાન સાથે કરવામાં આવેલા તાજેતરના વિવાદાસ્પદ કરાર (ડીલ) અંગે પત્રકારે પૂછેલા સીધા સવાલો સામે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ભીંસમાં મુકાયા હતા અને તેમના ચહેરા પર અકળામણ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
વાયરલ થયેલા આ વીડિયોની વિગતો અનુસાર, પત્રકારે ઈરાન સાથેની મંત્રણાઓ અંગે ડોનાલ્ડ ટ્રમ્પને તેમના જ એક ઐતિહાસિક જૂના નિવેદનની યાદ અપાવીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પત્રકારે સીધો પ્રહાર કરતા પૂછ્યું કે, "જાન્યુઆરી ૨૦૨૦માં તમે જ સત્તાવાર રીતે કહ્યું હતું કે ઈરાન ક્યારેય કોઈ યુદ્ધ જીતી શકે નહીં, પરંતુ ઈરાન સાથેની કોઈ પણ મંત્રણામાં કોઈ સામાન્ય રીતે જીતી શકે નહીં. આ વખતે તમે ઈરાન સાથે જે નવી ડીલ કરી છે, તેમાં પણ સ્પષ્ટપણે ઈરાન જ ફાવતું હોય અને જીતતું હોય તેવું સાફ નજરે પડી રહ્યું છે. તો હવે તમે અમેરિકા પાછા જઈને ત્યાંની પ્રજા અને ટેક્સદાતાઓને કઈ રીતે સમજાવશો કે આ કરાર અમેરિકાના હિતમાં અને ફાયદામંદ છે?" પત્રકારના આ સચોટ અને તાર્કિક સવાલથી પૂર્વ રાષ્ટ્રપતિ ભારે અસ્વસ્થ જણાયા હતા.
બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા આ નવા કરારની વૈશ્વિક અસરોને પગલે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બીજી એક અત્યંત મોટી અને રહસ્યમય લશ્કરી હિલચાલ પણ જોવા મળી રહી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ નવી પરિસ્થિતિને પગલે તાકીદની બેઠક બોલાવી છે. તેમણે ઈઝરાયેલની વિશ્વ વિખ્યાત અને ખતરનાક ગુપ્તચર સંસ્થા 'મોસાદ'ના નવા વડા સાથે અતિ મહત્વની અને સંવેદનશીલ વિષયો પર ગુપ્ત મસલતો શરૂ કરી દીધી છે, જેને પગલે મધ્ય પૂર્વના સંરક્ષણ ક્ષેત્રમાં હલચલ વધી ગઈ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના આ નવા કરારના ચોક્કસ સમયે જ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને મોસાદના ચીફ વચ્ચે યોજાયેલી આ હાઈ-લેવલ ગુપ્ત બેઠકને વૈશ્વિક કૂટનીતિના નિષ્ણાતો ખૂબ જ સૂચક અને ગંભીર માની રહ્યા છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી ડીલથી ઈઝરાયેલની આંતરિક અને બાહ્ય સુરક્ષા પર પડનારી નકારાત્મક અસરો, પરમાણુ કાર્યક્રમો અને ભવિષ્યની સૈન્ય વ્યૂહરચનાઓ અંગે અત્યંત ગંભીર ચર્ચાઓ થઈ હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઘટનાક્રમ બાદ આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે નવા સમીકરણો રચાય તેવા પૂરેપૂરા એંધાણ મળી રહ્યા છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
