તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
પંજાબ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પૂર્વ ઓલિમ્પિયન ખેલાડી અને ધારાસભ્ય પરગટ સિંહની નિમણૂક : રાજા વારિંગનું સ્થાન લેશે
૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ હાઈકમાન્ડે સંગઠનમાં કર્યો મોટો ફેરફાર : ૨ ઓક્ટોબરે રાજા વારિંગના રાજીનામા બાદ લેવાયો નિર્ણય

ચંદીગઢ:પંજાબમાં ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કરીને ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન અને જલંધર કેન્ટના ધારાસભ્ય પરગટ સિંહને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC)ના નવા પ્રમુખ તરીકે નીમ્યા છે. તેઓ અમરિંદર સિંહ રાજા વારિંગનું સ્થાન લેશે, જેમણે ૨ ઓક્ટોબરના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
રાજ્ય પ્રદેશ પ્રમુખના પદ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા વિચારણા હેઠળના મુખ્ય નામોમાં પરગટ સિંહ આગળ ચાલી રહ્યા હતા. પૂર્વ ભારતીય હોકી સુકાની અને ઓલિમ્પિયન રહી ચૂકેલા પરગટ સિંહ અગાઉ પંજાબના રમતગમત અને શિક્ષણ મંત્રી તરીકે પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. હાલમાં તેઓ પંજાબ વિધાનસભામાં જલંધર કેન્ટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
વર્ષ ૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે હાથ ધરાયેલી આ નિમણૂકથી પંજાબ કોંગ્રેસમાં એક નવા યુગનો પ્રારંભ થશે અને પાર્ટી વધુ મજબૂતી સાથે ચૂંટણી મેદાનમાં ઊતરશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
