તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
ઋષિ અને મુનીની સંયુકત ચેતનાનું સ્વરૂપ એટલે સાધુ : પૂ. મોરારીબાપુ
ઉતરપ્રદેશના અગ્રવન-આગ્રામાં ‘માનસ ઋષિ પંચમી' શ્રી રામકથાનો વિરામ

રાજકોટ, તા., રપ : અગ્રવન (આગ્રા-ઉ.પ્ર.)ની ભુમી પર પ્રવાહીત થયેલી રામકથા ‘'માનસ ઋષિ પંચમીને બુધવારે વિરામ અપાયો હતો. સમાપનીય અને ઉપસંકારીય-પરમ પ્રેમમય સંવાદમાં પૂ. મોરારીબાપુએ કહયું હતું કે નવ દિવસીય રામકથા આજે વિરામ લઇ રહી છે. ત્યારે સ્વાન્તઃ સુખાય આ રામકથાના મનોરથી ‘કરૂણાનિધાન પરિવાર' (લલીત ગુપ્તાજી) અને અન્ય સૌએ સેવા કરીને આ કથાને સફળ કરી છે. એ સૌ તરફ મારી પ્રસન્નતા પ્રગટ કરૂ છું. જગદગુરૂ શંકરાચાર્યજીએ વિવેક ચુડામણી ગ્રંથમાં એક શ્લોકમાં બોધ અને વૈરાગ્યના લક્ષ્ણો દર્શાવ્યા છે. માનસના તુલસીદાસજીએ પણ રામચરીત માનસમાં એ ગુણોના દર્શન કરાવ્યા છે.
શંકરાચાર્યજી કહે છે કે જીવ અને શિવ એક જ શાખા પર બેઠેલા બે પંખીઓ છે. કાલડી (જગદગુરૂનું જન્મસ્થાન) થી કૈલાશ જતા આદિ શંકરજી કહે છે કે ત્રિભુવનનં પ્રત્યેક પક્ષીને ઉર્ધ્વગમન કરવા માટેની બે પાંખ હોવી જોઇએ અને પાંખ છે બોધ અને વૈરાગ્યની.
પૂ.મોરારીબાપુએ કહયું કે સાધનો બોધ હદયની જેમ આગળ હોય અને વૈરાગ્ય ઢાલની જેમ પીઠ પાછળ હોય છે. સાધક-સાધુ-પરંપરામાં એક બીજાને મળે ત્યારે કેમ છો, શું ચાલે છે? એવુ ન પુછે પણ એક મેકને એવુ પુછે કે વૈરાગ્ય કેટલો આગળ વધ્યો? એક વર્ષ પુર્વે મળ્યા'તા તો એ પુછી વૈરાગ્ય વધ્યો કે ઘટયો?
કથા સમાપનની પુર્વ કરૂણાનીધાન પરીવાર લલીત ગુપ્તાના પરીવાર વતી નાના બાળકોથી માંડી અને યુવાનોએ સૌનો આભાર માન્યો હતો અને બાપુ પ્રત્યે ઋણભાવ વ્યકત થયો હતો.
મનોજ જોષી ‘મજો' રાજકોટ
મો. ૮૧૪૦ર ૧૩૧૩૦, મો.નં. ૯૪ર૬ર ૪ર૧૧પ)
૧૦ ઓકટોબરથી અલગ -
અલગ ૧૦ જગ્યાએ શ્રીરામકથા
રાજકોટ, તા., રપ : પૂ. મોરારીબાપુના હવે પછીની વિશેષ રામકથા તા.૧૦-૧૦-ર૬ થી તા.ર૩-૧૦-ર૬ દરમ્યાન કન્યાકુમારીથી કેદારનાથ એક-એક દિવસીય રામકથાનું ગાન થશે. ભારત સ્વસ્તીક યાત્રા-૧ રામકથાનું આસ્થા, વૈદિક ટીવી ચેનલ પર તથા પ્રિય બાપુની વેબસાઇટ ચિત્રકુટ ધામ-તલગાજરડા પરથી નિયમીત જીવંત પ્રસારણ થશે. આ વિશેષ રામકથાનું શ્રવણ દર્શન ઘેર બેઠા પણ નિહાળી શકાશે. બાપુની દરેક રામકથાઓના ૧૭૦ દેશના કથા પ્રેમીઓ બાપુ પ્રેમીઓ બાપુના નાના મોટા ફોલોવર્સ સૌ ટીવી પર લ્હાવો લઇ રહયા છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
