તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 27th April 2026
સુરક્ષાને લગતા માપદંડોનું પાલન નહીં કરે અથવા નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદેશી વિમાનો ભારતમાં ઉડી નહીં શકે
દેશના એવિએશનની નિયમનકર્તા DGCA દ્વારા નવા દિશા-નિર્દેશો જાહેર: વિદેશી એરલાઈન્સ પર કડક દેખરેખ

ભારતમાંથી ઉડ્ડયન ભરનારી વિદેશી એરલાઈન્સ માટે હવે નિયમો અગાઉની તુલનામાં વધુ કડક કરવામાં આવ્યા છે. દેશના એવિએશનની નિયમનકર્તા DGCA દ્વારા નવા દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ યાત્રીઓની સુરક્ષા તથા સુવિધાને વધુ સારી કરવાનો છે.
હવે નવા નિયમો પ્રમાણે જો કોઈ વિદેશી એરવિએશન સુરક્ષાને લગતા માપદંડોનું પાલન નહીં કરે અથવા નિયમોનું ઉલ્લંઘન કરશે તો DGCA તેના સંચાલનની મંજૂરીને રદ્દ અથવા તો સસ્પેન્ડ કરી શકે છે. આ સૌ પ્રથમ વખત છે કે જ્યારે વિદેશી એરલાઈન્સ પર આ પ્રકારે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
DGCAના વડા વીર વિક્રમ યાદવે તેમના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે દરેક વિદેશી એરલાઈને ભારતમાં એક સ્થાનીક પ્રતિનિધિની નિમણૂંક કરવાની રહેશે. આ પ્રતિનિધિ DGCA તથા અન્ય અધિકારીઓ સાથે યોગ્ય સમન્વય કરશે તથા કોઈ પણ સમસ્યા અથવા તપાસ દરમિયાન યોગ્ય જવાબદારી નિભાવશે.
ખરાબ હવામાન, ઘનઘોર વાદળો અને વધુ પ્રમાણમાં તોફાની હવા સામાન્ય રીતે 20,000 થી 30,000 ફૂટ નીચે જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ આ સ્તરથી ઉપર ઉડાન ભરીને આ હવામાનના અવરોધોને ટાળે છે, જે મુસાફરોને સરળ અને વધુ આરામદાયક મુસાફરી પૂરી પાડે છે.
વધુમાં જો કોઈ વિદેશી એરલાઇન નિયુક્ત દેશની માલિકીની અને નિયંત્રિત ન હોય અથવા જો તે સલામતી અને સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેની પરવાનગી રદ કરવામાં આવી શકે છે. જો કે આવા કિસ્સામાં તાત્કાલિક પગલાં લેવાને બદલે સંબંધિત દેશની સરકાર સાથે પરામર્શ કરવામાં આવશે, સિવાય કે મામલો અત્યંત ગંભીર હોય.
બીજો એક મહત્વપૂર્ણ નિયમ એ છે કે જો કોઈ વિદેશી એરલાઇન સતત ચાર સીઝન સુધી ભારતીય એરપોર્ટથી સેવાઓનું સંચાલન કરતી નથી તો તે એરપોર્ટ માટેની તેની પરવાનગી આપમેળે સ્થગિત થઈ જશે. નવી સિસ્ટમ હેઠળ વિદેશી એરલાઇન્સને ઓછામાં ઓછા સાત કાર્યકારી દિવસ અગાઉ વધારાની ફ્લાઇટ્સ માટે અરજી કરવાની રહેશે. તેમણે એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર પડશે કે તેમની ફ્લાઇટ્સ બંને દેશો વચ્ચે સંમત થયેલા કરારો અને એરપોર્ટ સ્લોટ્સ અનુસાર છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
