<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ફૂટપાથ માનવજીવનનું અવિભાજ્‍ય અંગઃ તેને દબાણમુક્‍ત કરોઃ સુપ્રીમ

ફૂટપાથ પર ચાલવામાં રાહદારીઓને સલામતીનો વિશ્વાસ થવો જોઈએ : વાહનો માટે રોડની જેમ રાહદારીઓ માટે અલાયદી ફૂટપાથને સર્વોચ્‍ચ અદાલતે મૂળભૂત અધિકાર ગણાવ્‍યો

નવી દિલ્‍હી તા.૨૫: ફૂટપાથને માનવજીવનનું અભિન્ન અંગ ગણાવતા સુપ્રીમ કોર્ટે રાજ્‍ય સરકારી અને કેન્‍દ્ર શાસિત પ્રદેશો પાસે જવાબ માગ્‍યો હતો. આ સાથે કોર્ટે ફૂટપાથના યોગ્‍ય ડીમાર્કેશન અને રાહદારીઓ માટે દબાણમુક્‍ત જગ્‍યા રાખવા સંદર્ભે અપાયેલા નિર્દેશોની અમલવારીનો ખુલાસો પૂછ્‍યો હતો.

તમામ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવી રોડ હોય તે તમામ સ્‍થળે ફૂટપાસના યોગ્‍ય ડીમાર્કેશન સુનિヘતિ કરવા જાસ્‍ટિસ પી એસ નરસિમ્‍હા અને આલોક અરાયની બેન્‍ચે સુઓમોટો કેસની સુનાવણી હાથ ધરી છે. બેન્‍ચે નોંપ્‍યુ હતું કે, રાહદારીઓ માટે ખુલ્‍લી જગ્‍યાનું ઉચિત ડીમાર્કેશન પ્રથમ પગલું છે.

નાગરિકોને ફૂટપાથ પર ચાલવામાં સલામતી હોવાનો વિશ્વાસ થવો જોઈએ. રોડ હોય તે તમામ સ્‍થળે નાગરિકો ડીમાર્ક થયેલી જગ્‍યા પર ચાલી શકવા જોઈએ. એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજે રજૂઆત કરી હતી કે,

રાજ્‍યોના કાર્યક્ષેત્રમાં રોડ આવે છે અને તેથી કેન્‍દ્રના માર્ગ-મકાન અને આવાસ-શહેરી વિભાગે એક માર્ગદર્શિકા જારી કરી છે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીને પણ કોર્ટના નિર્દેશ મુજબ, રાહદારીઓ માટે ખુલ્‍લી જગ્‍યાના ઉચિત ડીમાર્કેશન માટે જણાવાયું છે.

સુપ્રીમ કોર્ટે ૩ ઓગસ્‍ટે રાહદારીઓ માટે દરેક રોડ પર ઉચિત જગ્‍યાનું પ્રેમાર્કશન સુનિヘતિ કરવા કેન્‍દ્ર સરકારને નિર્દેશ આપ્‍યા હતા. રાહદારીઓ માટે અલગ જગ્‍યા રાખવા અને ફૂટપાથોને દભાણમુક્‍ત રાખી ચાલવાની સલામત જગ્‍યા સુનિヘતિ કરવા કોર્ટે નિર્દેશ આપ્‍યા હતા, જેપી ચાલવા માટેની અલગ અને સલામત જગ્‍યા હોવાનો અને વાહનોની જેમ રાહદારીઓ માટે નિયત ખુલ્‍લી જગ્‍યા હોવાનો વિશ્વાસ જાળવી શકાય.

(9:53 AM IST)