News of Monday, 20th July 2026
ફૂટબોલ મહાકુંભનો દબદબાભેર અંતઃ સંગીતના સુરતાલો સાથે સમાપન સમારંભ બન્યો યાદગાર
વિશ્વવિખ્યાત સંગીતકારો અને ગાયકોના ભવ્ય પર્ફોર્મન્સે વર્લ્ડ કપની આખરી સાંજે દર્શકોને ઝૂમી ઉઠવા મજબૂર કર્યા

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મોટા રમતગમત ઉત્સવ ગણાતા ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનો અત્યંત રંગારંગ અને ભવ્ય સમાપન સમારંભ યોજાઈ ગયો. આંતરરાષ્ટ્રીય સ્તરના દિગ્ગજ સંગીતકારો અને ચર્ચિત ગાયકોએ પોતાના ધમાકેદાર પર્ફોર્મન્સથી સ્ટેડિયમમાં હાજર લાખો ફૂટબોલ ચાહકો તેમજ વિશ્વભરના કરોડો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સમાપન સમારંભ દરમિયાન આખું સ્ટેડિયમ અદ્વુત રોશની, લેઝર શો અને મનમોહક આતશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું. વિશ્વના જાણીતા સંગીતકારોએ વર્લ્ડ કપના અધિકૃત થિમ સોન્ગ્સ અને પોતાના સુપરહિટ ગીતોની રજૂઆત કરીને સ્ટેડિયમમાં એક અનેરો ઉત્સાહ અને ઊર્જા ભરી દીધા હતા.
ખેલદિલી, રોમાંચક મુકાબલાઓ અને યાદગાર ક્ષણોથી ભરેલી આ ટૂર્નામેન્ટનો અંત સંગીત, કળા અને સંસ્કૃતિના સંગમ સાથે થયો હતો. આ સમારોહ માત્ર રમતગમતના વિજયનો જ નહીં, પરંતુ વિશ્વભરના દેશો અને રમતરસીયાઓને એકતાના તાંતણે બાંધતો એક અવિસ્મરણીય ઉત્સવ બની રહ્યો
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
