<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

અમેરિકાના મિસૂરી રાજ્યમાં એક જ દિવસમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર :પૂર જેવી સ્થિતિ સર્જાઈ

બ્લેક રિવર વિસ્તારની આસપાસ આવેલા અનેક ઘરો પાણીમાં ગરકાવ: પૂરથી ફસાયેલા 300થી વધુ કેમ્પરોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મોટા પાયે બચાવ કામગીરી: બચાવ અભિયાન દરમિયાન 8 બ્લેક હોક હેલિકોપ્ટરની મદદ લેવાઈ

  

અમેરિકાના મિસૂરી રાજ્યમાં એક જ દિવસમાં 12 ઈંચથી વધુ વરસાદ વરસતા ઐતિહાસિક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પૂરને “એક હજાર વર્ષમાં એક વખત આવતું પૂર” માનવામાં આવી રહ્યું છે. બ્લેક રિવર વિસ્તારની આસપાસ આવેલા અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે પૂરથી ફસાયેલા 300થી વધુ કેમ્પરોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ અભિયાન દરમિયાન 8 બ્લેક હોક હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી, જેના કારણે તમામ કેમ્પરોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

(1:05 PM IST)