News of Monday, 12th October 2026
નેપાળમાં પૂરથી ૪૦ ઘરો અને ૬ પુલો ધોવાઈ ગયાઃ ૧૫૦થી વધુ વિદેશીઓ ફસાયા
નેપાળના માનસલુ ટ્રેકિંગ ક્ષેત્રમાં રવિવારે વહેલી સવારે બુધી ગંડકી નદીમાં આવેલા વિનાશક પૂરે ફરી એકવાર ભારે વિનાશ સર્જ્યો : સેના અને રાહત એજન્સીઓએ અત્યાર સુધીમાં ૪૯ લોકોને બચાવ્યાઃ ૧૦ લોકો ગુમ

કાઠમંડુ,તા.૧૨: નેપાળના માનસલુ ટ્રેકિગ ક્ષેત્રમાં રવિવારે વહેલી સવારે બુધી ગંડકી નદીમાં આવેલા વિનાશક પૂરે ફરી એકવાર ભારે વિનાશ સર્જ્યો છે. લગભગ ૪૦ ઘરો, છ પુલ અને જળવિદ્યુત માળખાં તણાઈ ગયા છે, જ્યારે ૧૦ લોકો ગુમ થયાના અહેવાલ છે.
ચાલી રહેલી ટ્રેકિગ સીઝનને કારણે, પૂરના કારણે ૧૫૦ થી વધુ વિદેશી પ્રવાસીઓ ફસાયા છે. સદનસીબે, સમયસર લ્પ્લ્ ચેતવણીઓના કારણે ઘણા સ્થાનિક લોકો ઉંચી જમીન પર સ્થળાંતર કરી ગયા હતા, જેના કારણે જાનમાલનું મોટું નુકસાન થતું અટકાવી શકાયું હતું. હાલમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.
સેના અને રાહત એજન્સીઓએ અત્યાર સુધીમાં ૪૯ લોકોને બચાવ્યા છે. અધિકારીઓએ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે અને નીચાણવાળા જિલ્લાઓમાં ચેતવણી જારી કરી છે.
રવિવારે સવારે ૪ વાગ્યે બુધી ગંડકી નદીમાં અચાનક કાટમાળ ભરેલા પૂરને કારણે ભારે વિનાશ થયો હતો. નજીકના નાળાઓમાંથી મોટા અવાજો સાંભળીને, ચુમલિગ અને લોકપા જેવી વસાહતોના રહેવાસીઓ અને ત્યાં રહેતા પ્રવાસીઓ સલામત સ્થળે દોડી ગયા.
૧૫૦ થી વધુ વિદેશી પ્રવાસીઓ મનસ્લુ ટ્રેકિગ વિસ્તારમાં ફસાયા છે. અધિકારીઓને શંકા છે કે ભૂસ્ખલનથી એક ઉપનદીના પ્રવાહને અસ્થાયી રૂપે અવરોધિત કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટી માત્રામાં પાણી અને કાટમાળ એકઠો થયો હતો.
અવરોધ દૂર થયા પછી, પાણી ઝડપથી નીચે તરફ વહેતું થયું. જોકે, અધિકારીઓએ હજુ સુધી પૂરનું ચોક્કસ કારણ નક્કી કર્યું નથી. ઉંગીલુંગ નદી નજીક રહેતા પાંચ લોકો - બે મહિલાઓ અને ત્રણ પુરુષો - અને આશરે ચાર થી પાંચ ભરવાડ હજુ પણ ગુમ છે.
પૂરના કારણે આશરે ૪૦ ઘરો અને એક પ્રાથમિક શાળા સંપૂર્ણપણે નાશ પામી છે, જ્યારે ૨૦ થી ૨૨ અન્ય ઘરો ધરાશાયી થવાનું જોખમ છે. છ પુલ ધોવાઈ ગયા છે, જેના કારણે દૂરના ગ્રામીણ વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.
પૂરના પાણીએ સલેરીમાં નિર્માણાધીન ૩૪૧ મેગાવોટ બુધી ગંડકી જળવિદ્યુત પ્રોજેક્ટના બાંધકામ કેમ્પ અને સાધનોને પણ સંપૂર્ણપણે નાશ કરી દીધા છે. અરુઘાટમાં બુધી ગંડકી નદીનું પાણીનું સ્તર ૫ મીટરના ભયના નિશાનને વટાવીને ૮.૪ મીટર પર પહોંચી ગયું છે, જેના કારણે મોનિટરિગ સ્ટેશન ધોવાઈ ગયું છે અને પાણીના સ્તરના ચોક્કસ ડેટામાં અવરોધ ઊભો થયો છે.
પ્રશાસને ધાડિગ, તનહુન, ચિતવાન અને પૂર્વ અને પヘમિ નવલપરાસી જિલ્લાના લોકોને સ્થળાંતર કરવાની ચેતવણી જારી કરી છે. ત્રિશુલી અને નારાયણી નદીઓના કિનારે રહેતા રહેવાસીઓને નદી કિનારાથી દૂર રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
