તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
બિહારમાં પૂરની પરિસ્થિતિ વિકટ: ૧૩ જિલ્લાના ૨૯ લાખથી વધુ લોકો પ્રભાવિત: તેજસ્વી યાદવે પીએમ મોદીને પત્ર લખી સહાય માંગી
બિહારનું તિજોરી ખાલી, પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી ₹૫,૦૦૦ કરોડનું વિશેષ પેકેજ આપો": નેતા વિપક્ષ તેજસ્વી યાદવની પીએમ સમક્ષ ૭ મુખ્ય માંગણીઓ

પટણા: બિહારમાં પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રાજ્યના પટના, ભોજપુર, સારણ, વૈશાલી, ભાગલપુર, બેગુસરાય, બક્સર, સમસ્તીપુર, મુંગેર, કટિહાર, લખીસરાય, ખગરિયા અને અરવલ સહિત ૧૩ જિલ્લાના ૭૭ બ્લોકની ૪૩૮ ગ્રામ પંચાયતોમાં આશરે ૨૯.૧૩ લાખ લોકો પૂરની ચપેટમાં આવ્યા છે. આ કટોકટી વચ્ચે બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક કેન્દ્રીય હસ્તક્ષેપ અને વિશેષ રાહત ઉપાયોની માંગ કરી છે.
પટણામાં મીડિયાને સંબોધતા તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર પાસે ભંડોળનો અભાવ છે અને બિહારની તિજોરી ખાલી થઈ ગઈ છે. તેમણે દાવો કર્યો હતો કે જૂનમાં પૂર આવે તે પહેલા જ સરકારે આકસ્મિક ભંડોળમાંથી ₹૪,૦૦૦ કરોડ ઉપાડી લીધા હતા, જેનો ઉપયોગ પેન્શન જેવી નિયમિત યોજનાઓ માટે થયો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે પીએમ મોદી સમક્ષ ૭ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
