News of Thursday, 5th November 2026
આંધ્રપ્રદેશના એલુરુમાં ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિ :પાણીમાં ફસાયેલા 22 લોકોને ક્રેનની મદદથી બચાવાયા
ભારે વરસાદ દરમિયાન નદી અને પાણીના પ્રવાહથી દૂર રહેવા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ

આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. એલુરુના રૌથુગુડમ વિસ્તારમાં નિર્માણાધીન નેશનલ હાઈવેના પુલ નજીક પૂરના પાણીમાં 22 લોકો ફસાઈ ગયા હતા. અંધારી રાત અને પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવવા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાના કારણે બચાવ કામગીરી પડકારજનક બની હતી. જોકે, પોલીસે ક્રેનની મદદથી તમામ 22 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આ ઘટનાને પગલે ભારે વરસાદ દરમિયાન નદી અને પાણીના પ્રવાહથી દૂર રહેવા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
