<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ફોરેક્‍સ ટ્રેડિંગમાં ફિક્‍સ રિટર્નની લાલચ આપી રૂ. ૧૧ કરોડની છેતરપિંડી

૧૦૦થી વધુ રોકાણકારો મહિને પાંચ ટકા રિટર્નની લાલચમાં ફસાયા : હાઈ પ્રોફાઈલ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ઈવેન્‍ટસમાં સ્‍ટોલ રાખી રોકાણકારોને આંજી દીધાઃ લવિશ ચૌધરી સહિત અન્‍યો સામે ફરિયાદ

મુંબઇ,તા.૧૧: મુંબઈ પોલીસે લવિશ ચૌધરી ઉર્ફે નવાબ અલી અને યુએફએક્‍સ ટ્રેડ લિમિટેડ, યોર્કર એફએક્‍સ, બોટબ્રો અને બોટાલ્‍ફા સહિતની કંપનીઓ સામે ફોરેક્‍સ અને  ક્રિપ્‍ટોકરન્‍સી ટ્રેડિગ સ્‍કીમ દ્વારા નિヘતિ પાંચ ટકા માસિક વળતરના વચન આપીને ૧૦૦થી વધુ રોકાણકારોન સાથે લગભગ ૧૧ કરોડ રૂપિયાની છેતરપિડી કરવાનો કેસ નોંધ્‍યો છે.

દાદર પૂર્વમાં હિન્‍દુ કોલોનીમાં રહેતા, અને બાઈક પાર્ટસનો વ્‍યવાસ યકરતા વેપારી રાહુલ હરિヘંદ્ર ઘોલ એક મની એક્‍સ્‍પોમાં આરોપી ચૌધરીના સંપર્કમાં આવ્‍યા હતા. ચૌધરીએ યુએફએસ ટ્રેડ લિમિટેડના નામથી એક સ્‍ટોલ સ્‍થાપ્‍યો હતો. ત્‍યાં તેમણે મુલાકાતીઓને ફોરેક્‍સટ્ટ અને ક્રિપ્‍ટો ટ્રેડિગ સ્‍કીમમાં રોકાણ કરવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા, રોકાણકારોને તેમના રોકાણ પર માસિક પાંચ ટકા વળતરની ખાતરી આપી હતી. જોકે ઘોલેના ઘણા પરિચિતોએ આ સ્‍કીમમાં રોકાણ કર્યું હતું પણ ઘોલેએ શરૂઆતમાં વ્‍યક્‍તિગત નાણાકીય મુશ્‍કેલીઓને કારણે રોકાણ કરવાનું ટાળ્‍યું હતું.

ચૌધરીએ ત્‍યારબાદ જુદા જુદા એકસ્‍પોમાં ભાગ લઈ રોકાણકારોને આકર્ષવાનું ચાલુ રાખ્‍યું હતું. અન્‍ય એક એક્‍સ્‍પો દરમિયાન, ચૌધરીએ કથિત રીતે યોર્કર એફએક્‍સને પ્રોત્‍સાહન આપ્‍યું હતું અને દાવો કયી હતો કે રોકાણકારોના ભંડોળનો ઉપયોગ નિヘતિ માસિક વળતર જનરેટ કરવા માટે ફોરેક્‍સ અને ક્રિપ્‍ટોકરન્‍સી ટ્રેડિગમાં કરવામાં આવશે. હાઈ પ્રોફાઈલ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ઈવેન્‍ટસમાં તેના પર ચૌધરીની નિયમિત હાજરીથી ગ્રાહકોને વિશ્વાસ બેઠો હતો.

ઘોલેએ પણ યોર્કર એફએક્‍સ સાથે એકાઉન્‍ટ રજીસ્‍ટર કર્યુ હતું. તેમના મોબાઈલ ફોન પર બોટબ્રો નામની ડિજિટલ વોલેટ એપ્‍લિકેશન પણ સક્રિય કરવામાં આવી હતી. ઘોલેએ ૧૦ જુલાઈ, ૨૦૨૪ સુધીમા આઠ લાખનું રોકાણ કર્યું હતું અને શરૂઆતમાં વચન આપેલ માસિક વળતર મેળવ્‍યું હતું. તેથી પ્રૌત્‍સાહિત થઈ ઘોલેએ વધુ ૫૫.૫૮ લાખનું રોકાણ કર્યું હતું. જોકે, ફેબ્રુઆરી ૨૦૨પબાદ વળતર બંધ થઈ ગયું હતું. છેતરપિડીની શંકા જતા અસરગ્રસ્‍ત રોકાણકારોએ મુંબઈ પોલીસનો સંપર્ક કયી અને ફરિયાદ નોંધાવી હતી.

(1:29 PM IST)