હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સહકારી બેંક ડિરેક્ટર્સની સળંગ ૧૦ વર્ષની મર્યાદા ફિક્સઃ શોર્ટ-કટ રાજીનામાની ચાલાકીઓ પર RBIએ બ્રેક મારી
ગુજરાતની ૨૧૧ સહકારી બેંકોના રાજકીય પાવર સ્ટ્રક્ચર પર સીધી અસર : ૧૦ વર્ષ પૂરા થયા બાદ ફરી ડિરેક્ટર બનવા ૩ વર્ષ બોર્ડથી કુલિંગ-ઓફ રહેવું પડશે

મુંબઈ,તા.૪: ભારતીય રિઝર્વ બેંક અર્બન કો-ઓપરેટિવ બેંકો માટે ગવર્નન્સના નિયમો વધુ કડક બનાવી દેતાં ગુજરાતમાં આવેલી આશરે ૨૧૧ અર્બન કો-ઓપરેટિવ બેંકોને તેની અસર થશે. મોટાભાગની અર્બન કો-ઓપરેટિવ બેંકોના ડિરેક્ટરો રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોવાથી આરબીઆઈના પરિપત્રથી તેમને અસર થશે. આરબીઆઈના નવા આદેશથી બેંકના બોર્ડ પર સતત દસ વર્ષ સુધી સેવા આપ્યા પછી, ડિરેક્ટરને ફરીથી નિયુક્ત થતાં પહેલાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો
કુલિંગ-ઓફ સમયગાળો પસાર કરવો પડશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ બોર્ડમાં લાંબા સમયથી ચાલી રહેલી સ્થગિતતાને દૂર કરવાનો અને ડિરેક્ટરો દ્વારા ટૂંકા વિરામ પછી ફરીથી નિયંત્રણ જાળવી રાખવાની પ્રથાને અટકાવવાનો છે. આરબીઆઈનું આ પગલું માળખાકીય સુધારાઓ તરફ એક સક્રિય ઝુકાવ દર્શાવે છે. તે અર્બન કો-ઓપરેટિવ બેંકોને જૂના પાવર સ્ટ્રક્ચર પર આધાર રાખવાને બદલે નવી નેતૃત્વની દ્રષ્ટિને સામેલ કરવા પ્રોત્સાહિત કરશે. આ અગાઉની દેખરેખ પદ્ધતિઓથી એક મહત્વનો ફેરફાર માનવામાં આવે છે.
જો કોઈ આરબીઆઈના ચીફ જનરલ મેનેજર દ્વારા જાહેર કરાયેલા સુધારા મુજબ, સતત મુદતની ગણતરી કરતી વખતે જો કોઈ ડિરેક્ટર બોર્ડમાંથી ત્રણ વર્ષ કરતાં ઓછા સમય માટે દૂર રહ્યો હોય, તો તેની અગાઉની મુદતને પણ ચાલુ મુદતમાં જ ગણી લેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ સળંગ ૩ વર્ષ કે તેથી વધુ સમય માટે બોર્ડમાંથી બહાર રહી હોય, તો જ તેની અગાઉની મુદત બાદ કરવામાં આવશે અને તેની નવી ટર્મ ગણાશે. બેંકિગ રેગ્યુલેશન એક્ટની કલમ ૩૫એ અને કલમ ૫૬ હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને રિઝર્વ બેંકે જાહેર
હિતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ગવર્નન્સ) સુધારા નિર્દેશો, ૨૦૨૬ તાત્કાલિક અસરથી દેશભરમાં લાગુ કરી દીધા છે. સહકારી બેંકિગ ક્ષેત્રને પડકારોનો સામનો કરવો પડશે કારણ કે બોર્ડ નવી રચનાની આવશ્યકતાઓ સાથે અનુકૂલન સાધશે. કેટલાક વિશ્લેષકો આગાહી કરે છે કે આ નીતિ એકીકરણને પ્રોત્સાહન આપી શકે છે, કારણ કે નાની અને ઓછી અસરકારક રીતે સંચાલિત સહકારી સંસ્થાઓ કડક નિયમો હેઠળ નવી પ્રતિભા આકર્ષિત કરી શકશે નહીં તો તેઓ મર્જ થઈ શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
