તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
દિલ્હીના સત્ય નિકેતનમાં પાંચ માળનું મકાન ધરાશાયીઃ મૃતકોનો આંક ચાર, અનેક લોકો ઘાયલ
વિદ્યાર્થીઓના નિવાસ તરીકે વપરાતી ઈમારતમાં દુર્ઘટનાઃ પડોશી મકાન ખાલી કરાવી પાલિકાએ તપાસ શરૂ કરી

નવી દિલ્હી, તા. ૭ : દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં વિદ્યાર્થીઓના પેઇંગ ગેસ્ટ નિવાસ તરીકે વપરાતી પાંચ માળની ઈમારત અચાનક ધરાશાયી થતાં ચાર લોકોનાં મૃત્યુ અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે.
દુર્ઘટના રવિવારે બપોરે આશરે દોઢ વાગ્યે બની હતી. કાટમાળમાં લોકો ફસાયા હોવાની જાણ થતાં પોલીસ, અગ્નિશામક દળ, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને તબીબી ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક વિદ્યાર્થીઓ અને રહેવાસીઓએ માનવસાંકળ બનાવી પ્રારંભિક બચાવકાર્યમાં મદદ કરી હતી.
ભોંયરામાં ચાલતા કામ દરમિયાન ઈમારત તૂટી પડી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, પરંતુ ચોક્કસ કારણ ટેકનિકલ તપાસ પછી જ સ્પષ્ટ થશે. સલામતીને ધ્યાનમાં રાખીને નજીકની ઈમારત ખાલી કરાવવામાં આવી છે. આસપાસનાં જોખમી બાંધકામોનું નિરીક્ષણ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની તૈયારી છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
