<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

બાળપણના પાંચ દોસ્‍તો એકસાથે પોલીસ-કોન્‍સ્‍ટેબલ બન્‍યા

બસ્‍તી,તા.૧૯: ઉત્તર પ્રદેશના બસ્‍તી જિલ્‍લાના નાદેકુંઆ ગામમાં બાળપણના પાંચ દોસ્‍તોએ એકસાથે ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્‍સ્‍ટેબલ બનીને પોતાનું સપનું પૂરું કર્યું છે. પાંચેય બાળપણથી સાથે જ ભણતા હતા. અંકિત દુબે, આદર્શ દ્વિવેદી, દીપક દુબે, આદિત્‍ય દુબે અને રોહિત પ્રજાપતિ નામના પાંચ જિગરી દોસ્‍તોએ સ્‍કૂલ પૂરી કર્યા પછી સરકારી નોકરી મેળવવાનું એકસાથે નક્કી કર્યું હતું. આ પાંચેય દોસ્‍તોની આર્થિક પરિસ્‍થિતિ ખૂબ જ મુશ્‍કેલ હતી. બીજા નાના સ્‍ટુડન્‍ટ્‍સને ટ્‍યુશન કરાવીને તેમણે પોતાનો ભણવાનો ખર્ચ કાઢ્‍યો હતો. પાંચેય ભાઈબંધો ખૂબ મહેનત કરીને એકસાથે પોલીસ-કોન્‍સ્‍ટેબલ બનતાં તેમના ગામમાં જબરા જશનનો માહોલ છે

(10:22 AM IST)