<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

અદાણી જૂથની પાંચ કંપનીઓએ રૂ. ૧.૫૧ કરોડ ભરી નિયમનકારી કાર્યવાહી પૂરી કરી

અદાણી એન્ટરપ્રાઇઝે રૂ. ૭૬.૦૫ લાખ, અદાણી ગ્રીન એનર્જીએ રૂ. ૪૫.૫૦ લાખ તથા અદાણી ટોટલ ગેસ, એ.ડબ્લ્યુ.એલ. એગ્રી બિઝનેસ અને અદાણી એનર્જી સોલ્યુશન્સે રૂ. ૯.૭૫ લાખ લેખે ચૂકવ્યા

 


મુંબઈ : અદાણી જૂથની પાંચ કંપનીઓએ માહિતી જાહેર કરવા અને હિસાબી તપાસના નિયમોના કથિત ઉલ્લંઘન સંબંધિત કાર્યવાહી રૂ. ૧.૫૧ કરોડ ચૂકવીને પતાવી છે. કંપનીઓએ આરોપો સ્વીકાર્યા કે નકાર્યા વિના સમાધાન કર્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝે રૂ. ૭૬.૦૫ લાખ, અદાણી ગ્રીન એનર્જીએ રૂ. ૪૫.૫૦ લાખ તથા અદાણી ટોટલ ગેસ, એ.ડબ્લ્યુ.એલ. એગ્રી બિઝનેસ અને અદાણી એનર્જી સોલ્યુશન્સે રૂ. ૯.૭૫ લાખ લેખે ચૂકવ્યા છે. કાર્યવાહી સંબંધિત પક્ષ સાથેના વ્યવહારની માહિતી જાહેર ન કરવા અને માન્ય સહકર્મી સમીક્ષા પ્રમાણપત્ર વિનાની હિસાબી પેઢીઓ દ્વારા અહેવાલો ઉપર સહી કરવા જેવા આક્ષેપો સાથે જોડાયેલી હતી. ખોટી રજૂઆત જણાય તો કાર્યવાહી ફરી શરૂ થઈ શકે છે.

(12:10 AM IST)