<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત આટલું શક્તિશાળી બની પ્રશાંત મહાસાગરને ઘમરોડી રહ્યું છે સુપર અલનીનો:મોટા સંકટનો સંકેત

વૈજ્ઞાનિકોએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે માનવજાત એક સદીમાં સૌથી શક્તિશાળી અલનીનો ઘટના પૈકી એક ઘટનાના સંકટનો સામનો કરવા જઈ રહી છે

નવી દિલ્હી :વર્ષ 2026માં સમગ્ર વિશ્વની મોસમમાં મોટું પરિવર્તન આવ્યું છે. ભારત પણ આ પરિવર્તનથી બચી શકે તેમ નથી. સમુદ્રનું તાપમાન વધી ચુક્યું છે. Live Scienceની માહિતી પ્રમાણે આ વર્ષે એપ્રિલ મહિનામાં સમુદ્રનું તાપમાન તેના વિક્રમજનક સ્તરે પહોંચી ગયું હતું. હકીકતમાં હવામાન બાબતોના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે માનવજાત એક સદીમાં સૌથી શક્તિશાળી અલનીનો ઘટના પૈકી એક ઘટનાના સંકટનો સામનો કરવા જઈ રહી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સુપર અલનીનો છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત આટલું શક્તિશાળી બની ગયું છે અને પ્રશાંત મહાસાગરને ઘમરોડી રહ્યું છે.

અલનીનો અનેક વર્ષોમાં જ્વલેજ આવતી એક કુદરતી જળવાયુ પેટર્નનો ગરમીનો તબક્કો છે, જે વૈશ્વિક તાપમાનને વધારે છે. હવામાન વૈજ્ઞાનિકોએ તો ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષે એક અસામાન્ય સ્વરૂપમાં શક્તિશાળી અથવા સુપર અલનીનોની સ્થિતિ સર્જાઈ છે. નવા આંકડાકીય માહિતીમાં સંકેત આપ્યા છે કે ગરમ અલનીનોની સ્થિતિ ટૂંક સમયમાં સામે આવશે. યુરોપીયન યુનિયનની કોપરનિકસ જળવાયુ પરિવર્તન સંબંધિત સર્વિસ અંગે માલુમ પડ્યું છે કે સમુદ્રની સપાટીનું તાપમાન અલનીનોની સ્થિતિમાં પરિવર્તનને દર્શાવે છે.

 

બરફથી આચ્છાદિત આર્કિટેક અને એટાર્કટીકા વિસ્તારો સીવાય તમામ મહાસાગરોને મળનાર બાહ્ય ધ્રુવીય વૈશ્વિક મહાસાગરમાં સપાટીનું તાપમાન અત્યાર સુધીમાં કોઈ પણ એપ્રિલ મહિના માટે બીજું સૌથી વધારે તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 69.8 ડિગ્રી ફેરનહિટ હતું, જે ફક્ત એપ્રિ 2024માં નોંધાયેલ 21.04 ડિગ્રી સેલ્સિયસ, અથવા 69.87 ડિગ્રી ફેરનહિટ બાદ સૌથી વધારે હતું. કેનેડામાં ક્લાઈમેટ ઈમર્જન્સી ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર પીટર કાર્ટરની માહિતી પ્રમાણે શક્તિશળી અલનીનો પ્રશાંત મહાસાગરને ઘમરોડી રહ્યા છે, જેથી સમુદ્રી લૂ ની સ્થિતિ ચાલી રહી છે. વૈશ્વિક સ્તર પર આ સૌથી ભીષણ આપદા સાબિત થવાની છે.

ધરતીનો અંતિમ અલનીનો જૂન 2023થી એપ્રિલ 2024 સુધી ચાલ્યો હતો. જેણે અગાઉથી જ ગરમ ધરતી પર વધારે ગરમી ફેલાવી છે. બે વર્ષમાં તાપમાનનો રેકોર્ડ તૂટી ગયો છે. વર્ષ 2024 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું હતું અને તે અત્યાર સુધીનું પ્રથમ વ્ષ હતું. વર્ષ 2023-24 અલ નીન સુપર મર્યાદાની બિલકુલ નજીક હતો.

 

(6:48 PM IST)