તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
મોદી સરકારનું પ્રથમ કાર્યકાળ ૨૦૧૪થી ૨૦૧૯ સુધીનો ‘પરિવર્તનનો પાંચ વર્ષનો અધ્યાય'
જનધનથી જીએસટી સુધી, સ્વચ્છ ભારતથી ઉ*વલા સુધી અને સર્જિકલ સ્ટ્રાઈકથી મિશન શક્તિ સુધી પાંચ વર્ષમાં મોદી સરકારે બદલ્યું શાસનનું માળખું : ૨૦૧૪ જબરદસ્ત જનાદેશ સાથે મોદી યુગની શરૂઆત, જનધન યોજના બેન્કિંગથી વંચિત લોકોને બેન્કિંગ વ્યવસ્થા માં લાવવાનો પ્રયાસ, સ્વચ્છ ભારત સફાઈ ને સરકારી યોજના નહીં, જનઆંદોલન બનાવવાનો પ્રયાસ, શાળા ઓ માં શૌચાલય અને મહિલાઓની ગૌરવ સાથે જોડાયેલું અભિયાન, ઉ*વલા યોજના ધુમાડા વાળા ચૂલા થી એલપીજી સુધી, વીજળી ગામડાં સુધી વીજળી પહોંચાડવા પર ભાર, પ્રધાનમંત્રી આવાસ યોજના ‘દરેક માટે ઘર'નું લક્ષ્ય, મુદ્રા યોજના નાના વેપારી ઓ અને સ્વરોજગાર પર ભાર, મેક ઇન ઇન્ડિયા ભારત ને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો પ્રયાસ, ડિજીટલ ઇન્ડિયા સરકાર ને ડિજિટલ બનાવવાનો પ્રયાસ,નોટ બંધી ૮ નવેમ્બર ૨૦૧૬ નો સૌથી મોટો આર્થિક નિર્ણય, જીએસટી ‘એક દેશ, એક કર' તરફ મોટું પગલું, ખેડૂતો માટે એમએસપી, સિચાઈ અને બજાર સુધારા, સર્જિકલ સ્ટ્રાઈક રાષ્ટ્રીય સુરક્ષામાં કડક સંદેશ, વન રેન્ક, વન પેન્શન લાંબા સમય થી પડતર માંગ પર નિર્ણય, મિશન શક્તિ અંતરિક્ષ માં ભારત ની નવી ક્ષમતા, ઉડાન બન્યું સામાન્ય નાગરિક ને હવાઈ મુસાફરી સાથે જોડવાનો પ્રયાસ, વિદેશ નીતિ ભારત ને વૈશ્વિક મંચ પર વધુ સક્રિય બનાવવાનો પ્રયાસ, સરકારની કામ કરવાની શૈલીમાં ફેરફાર : નેરન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમીતે વિશેષ અહેવાલ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો ૧૭ મી સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે, ભારત સહીત વિશ્વ ના અનેક દેશો ના અગ્રણી ઓ તેમના ઉપર શુભેરછા વર્ષા કરવા આતુર બન્યા છે, દેશભર માં અપાર લોકચાહના ધરાવતા મોદી જી માટે પ્રજાજનો ને આટલું માન કેમ છે...? , કેમ આટલી લાગણી ધરાવે છે...?? અને એના કરતાં મોટી વાત મોદી જી ઉપર કેમ છે આટલો વિશ્વાસ....? આવા અનેક પ્રશ્નો નો એક જ જવાબ મળે છે અને એ છે નરેન્દ્રભાઇ ભાઈ દેશહિત માટે કરેલ કાર્ય, પ્રજાજનો ની રાખેલ સંભાળ, અને સમાજ ના દરેક વર્ગની કરેલ ચિંતાનું જ પરિણામ છે. ગુજરાતના સામાન્ય પરીવાર માં થી આવતા નરેન્દ્રભાઈ શું વડાપ્રધાન બની શકે..? એ વાત જ મુશ્કેલ જણાય છે, ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે સુપેરે શાસન કરવું અને આખો દેશ સંભાળવો એ સરળ ના હતુ, પરંતુ નરેન્દ્ર ભાઈ એ કરી બતાવ્યું, પક્ષ માં જ નારાજગી હતી તો વિપક્ષ ની ક્યાં વાત કરવી, પરંતુ નરેન્દ્રભાઈ એ સાબિત કરી બતાવ્યું કે કાળા માથા નો માનવી ધારે તે કરી શકે છે, પક્ષે જ વડાપ્રધાન તરીકે ના ઉમેદવાર તરીકે નરેન્દ્ર ભાઈનું નામ જાહેર કર્યું.
બસ પછી તો જોવાનું જ શું હતું, નરેન્દ્રભાઈ દિવસ અને રાત જોયા વગર કામે લાગ્યા, થાક્યા વિના અનેક સભાઓ યોજી, મિટીંગો કરી, દેશ ને જાણે ખુંદી નાંખ્યો, અને પ્રજાજનો ને વિશ્વાસ અપાવવામાં સફળ રહ્યા, લોકસભા ચૂંટણી આવી, મતદાન થયું અને પરીણામ આવ્યું કે બીજેપી ને લોકો એ ખોબે ખોબા ભરી ને મત આપ્યા, અને એ માત્ર નરેન્દ્રભાઈ ઉપાસ વિશ્વાસ મુકીને એમ કહેવું અતિશયોક્તિ નહીં કહેવાય, બીજેપી ને અભુતપૂર્વ સફળતા મળી, ભવ્ય જીત મળી, અને નરેન્દ્રભાઈ દેશ ના વડાપ્રધાન બન્યા, ત્યાર થી લઈ ને પ્રથમ કાર્યકાળ ના ૫ વર્ષ ની તેમની કામગીરી જોઈએ તો,
૨૦૧૪ માં લોકસભા ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ નરેન્દ્ર મોદી એ ૨૬ મે ૨૦૧૪ ના રોજ ભારત ના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા , આ સાથે કેન્દ્રમાં લગભગ ત્રણ દાયકા ઓ બાદ એક પક્ષ ને પોતાના બળે લોકસભા માં બહુમતી મળી હતી , મોદી સરકાર નો પ્રથમ કાર્યકાળ ૨૦૧૪થી ૨૦૧૯ સુધી રહ્યો અને આ સમયગાળા માં સરકાર નું મુખ્ય ધ્યાન ગરીબો સુધી સીધી સરકારી મદદ પહોંચાડવા, સ્વચ્છતા, બેન્કિંગ, ગેસ, વીજળી, ડિજિટલ વ્યવસ્થા, કર સુધારા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક સ્તરે ભારત ની છબી મજબૂત કરવા પર રહ્યું,
સરકાર ના પોતાના મૂલ્યાંકન મુજબ આ પાંચ વર્ષમાં ‘સબકા સાથ, સબકા વિકાસ' અને ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ' જેવા સૂત્રો સાથે અનેક યોજના ઓ ને મોટા પાયે અમલ માં મૂકવામાં આવી.
* ૨૦૧૪ જબરદસ્ત જનાદેશ સાથે મોદી યુગ ની શરૂઆત
૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૫૪૩ માંથી ૨૮૨ બેઠકો જીતી ને પોતાના બળે બહુમતી મેળવી હતી , એનડીએ ને મળીને ૩૩૬ બેઠકો મળી હતી , આ ચૂંટણી નું મહત્વ એટલા માટે પણ હતું કે ૧૯૮૪ પછી પહેલી વખત કોઈ એક પક્ષે પોતાના બળે લોકસભા માં બહુમતી મેળવી હતી , નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં ભાજપે દેશવ્યાપી પ્રચાર કરી ને વિકાસ, ભ્રષ્ટાચાર વિરોધ, રોજગાર અને મજબૂત નેતૃત્વને મુખ્ય મુદ્દા બનાવ્યા , ૨૬ મે ૨૦૧૪ ના રોજ નરેન્દ્રભાઇ મોદી એ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને પ્રથમ કાર્યકાળની શરૂઆત થઈ.
*જનધન યોજના ‘બેન્કિંગથી વંચિત'
લોકોને બેન્કિંગ વ્યવસ્થામાં લાવવાનો પ્રયાસ
મોદી સરકાર ના પ્રથમ મોટા કાર્યક્રમો માં પ્રધાનમંત્રી જનધન યોજના નો સમાવેશ થાય છે ,
૧૫ ઓગસ્ટ ૨૦૧૪ ના સ્વાતંત્ર્ય દિવસ ના ભાષણ માં તેની જાહેરાત થઈ અને ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ થી યોજના શરૂ થઈ , તેનો મુખ્ય હેતુ ગરીબ અને બેન્કિંગ વ્યવસ્થા થી બહાર રહેલા લોકો ને બેન્ક ખાતું, ડેબિટ કાર્ડ અને અન્ય નાણાકીય સેવા ઓ સાથે જોડવા નો હતો , આ યોજના પાછળ થી જનધનઆધારમોબાઇલ (JAM) માળખા સાથે જોડાઈ અને સરકારી લાભ સીધા લાભાર્થીના ખાતામાં પહોંચાડવાની વ્યવસ્થાને વેગ મળ્યો.
* સ્વચ્છ ભારત સફાઈને સરકારી યોજના નહીં,
જન આંદોલન બનાવવાનો પ્રયાસ
૨ ઓક્ટોબર ૨૦૧૪, મહાત્મા ગાંધીની જન્મ જયંતિ એ નરેન્દ્રભાઇ મોદી એ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું , સરકાર નો લક્ષ્યાંક ૨ ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં ખુલ્લા માં શૌચ ની સમસ્યા દૂર કરવાનો હતો , વડાપ્રધાને પોતે ઝાડુ હાથ માં લઈને અભિયાન માં ભાગ લીધો અને દેશ ના સામાન્ય નાગરિકો ને પણ તેમાં જોડાવા અપીલ કરી , સરકાર ના જણાવ્યા મુજબ ૨૦૧૪ માં દેશ ની ગ્રામ્ય સ્વચ્છતા કવરેજ લગભગ ૩૮ ટકા હતી, જે ૨૦૧૯ સુધી માં ૧૦૦ ટકા સુધી પહોંચી અને તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો ને ઓડીએફ જાહેર કરવામાં આવ્યા , આ અભિયાન મોદી સરકાર ના પ્રથમ કાર્યકાળ ની સૌથી ઓળખાય તેવી પહેલો માં નું એક બન્યું.
* શાળાઓમાં શૌચાલય અને મહિલાઓની
ગૌરવ સાથે જોડાયેલું અભિયાન
મોદી સરકાર ના શરૂઆત ના સમય ભાઈમાં શાળા ઓ માં શૌચાલય નિર્માણ ને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું , સરકાર નો અભિગમ હતો કે સ્વચ્છતા માત્ર આરોગ્ય નો મુદ્દો નથી, પરંતુ ખાસ કરીને મહિલા ઓ અને દીકરીઓની ગૌરવ, સુરક્ષા અને શિક્ષણ સાથે પણ જોડાયેલો વિષય છે.
*ઉ*વલા યોજના ધુમાડા
વાળા ચૂલા થી એલપીજી સુધી
૧ મે ૨૦૧૬ ના રોજ પ્રધાનમંત્રી ઉ*વલા યોજના શરૂ કરવામાં આવી ,
ગરીબ પરિવારોની મહિલાઓને એલપીજી કનેક્શન આપવા નું તેનો મુખ્ય લક્ષ્ય હતું , આ યોજના ને ગ્રામ્ય મહિલા ઓ ના જીવનમાં પરિવર્તન લાવતી યોજના ઓ માં ગણવામાં આવી ,
સરકાર ના જણાવ્યા મુજબ બાદના વર્ષો માં ઉ*વલા હેઠળ ૧૦ કરોડ થી વધુ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા.
*વીજળી ગામડાં સુધી વીજળી પહોંચાડવા પર ભાર
મોદી સરકારના પ્રથમ કાર્ય કાળમાં ગ્રામ્ય વીજળી કરણ ને પણ વિશેષ પ્રાથમિકતા મળી,
સરકાર ના જણાવ્યા પ્રમાણે સ્વતંત્રતા પછી પણ વીજળી થી વંચિત રહેલા ૧૮,૦૦૦ જેટલા ગામોને વીજળી સાથે જોડવામાં આવ્યા , આ સાથે સૌભાગ્ય યોજના દ્વારા ઘરેલુ વીજ જોડાણ વધારવા નો પ્રયાસ કરવામાં આવ્યો.
* પ્રધાનમંત્રી આવાસ યોજના ‘દરેક માટે ઘર'નું લક્ષ્ય
ગરીબ અને નીચી આવક ધરાવતા પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી , સરકાર નો ઉદ્દેશ ગરીબ પરિવારો ને પાકાં મકાન ઉપલબ્ધ કરાવવાનો હતો , પ્રથમ કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી આ નીતિ બાદ ના વર્ષો માં વધુ મોટા પાયે આગળ વધારવામાં આવી.
* મુદ્રા યોજના નાના વેપારી ઓ અને સ્વરોજગાર પર ભાર
૨૦૧૫ માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ થઈ , નાના વેપારી ઓ, સ્વરોજગાર અને માઇક્રો ઉદ્યોગો ને લોન ઉપલબ્ધ કરાવવા નો તેનો હેતુ હતો , સરકાર ના ‘ફંડ ધ અનફંડેડ' અભિગમ હેઠળ નાના ઉદ્યોગ સાહસિકો ને ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડવાનો પ્રયાસ થયો.
*મેક ઇન ઇન્ડિયા ભારતને મેન્યુ ફેક્ચરિગ હબ બનાવવાનો પ્રયાસ
૨૫ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ મેક ઇન ઇન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું , વિદેશી રોકાણ આકર્ષવું , ભારત માં ઉત્પાદન વધારવું અને રોજગારી ની તકો ઊભી કરવી તેનો મુખ્ય હેતુ હતો ,
મોદી સરકાર ના પ્રથમ કાર્યકાળ માં એસે ઓફ ડુઈંગ બિઝનેસ પર પણ ભાર મૂકાયો , વિશ્વ બેન્ક ના માપદંડ મુજબ ભારત નું રેન્કિંગ ૨૦૧૪ ના ૧૪૨ માંથી ૨૦૧૯ માં ૬૩ સુધી પહોંચ્યું હતું.
*ડિજિટલ ઇન્ડિયા સરકારને ડિજિટલ બનાવવાનો પ્રયાસ
૧ જુલાઈ ૨૦૧૫ ના રોજ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ થયો ,
સરકારી સેવાઓ ને ડિજિટલ બનાવવી, ઈન્ટરનેટ કનેક્ટિવિટી વધારવી, ડિજિટલ પેમેન્ટ ને પ્રોત્સાહન આપવું અને નાગરિકો ને ઓનલાઈન સેવા ઓ ઉપલબ્ધ કરાવવી , આ કાર્યક્રમ ના મહત્વના ભાગ હતા ,
આ જ સમયગાળા માં ભીમ, યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ ઈકો સિસ્ટમ ને પણ વેગ મળ્યો ,
* નોટ બંધી ૮ નવેમ્બર ૨૦૧૬નો સૌથી મોટો આર્થિક નિર્ણય
૮ નવેમ્બર ૨૦૧૬ ની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રૂ.૫૦૦ અને રૂ. ૧,૦૦૦ ની જૂની નોટો ચલણમાં થી પાછી ખેંચવા ની જાહેરાત કરી , સરકારના જણાવ્યા મુજબ તેનો હેતુ કાળા નાણાં, નકલી ચલણી નોટો અને આતંકવાદી ફંડિગ સામે કાર્યવાહી કરવા નો હતો , નોટ બંધી દેશ ના સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ આર્થિક નિર્ણયોમાંની એક બની, તેના સમર્થકો એ ડિજિટલ પેમેન્ટ અને ઔપચારિક અર્થતંત્ર ને મળેલા વેગ ને મહત્વ આપ્યું, જ્યારે વિવેચકો એ તેની આર્થિક અને સામાજિક અસર અંગે સવાલો ઉઠાવ્યા.
* ‘ જીએસટી એક દેશ, એક કર' તરફ મોટું પગલું
મોદી સરકારના પ્રથમ કાર્યકાળની સૌથી મહત્વ ની આર્થિક સિદ્ધિ ઓ માં જીએસટી નો સમાવેશ થાય છે , ૧ જુલાઈ ૨૦૧૭ થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલ માં આવ્યો , કેન્દ્ર અને રાજ્યો ના અનેક પરોક્ષ કરો ને એક માળખા માં લાવવા નો આ પ્રયાસ હતો , જીએસટી કાઉન્સિલ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન નું નવું મોડલ ઊભું થયું , સરકાર ના જણાવ્યા પ્રમાણે જીએસટી એ વન નેશન વન ટેક્સ ની દિશા માં મોટું પરિવર્તન કર્યું.
* દિવાળિયાપણું કાયદો બેન્કિંગ ક્ષેત્રની
સમસ્યાઓ સામે પ્રયાસ
પ્રથમ કાર્યકાળ માં Insolvency and Bankruptcy Code (IBC), ૨૦૧૬ અમલમાં આવ્યો ,
બેન્કો માં અટવાયેલી લોન અને કંપનીઓના દેવાની સમસ્યા ના ઝડપી ઉકેલ માટે આ કાયદો મહત્વપૂર્ણ સુધારા તરીકે રજૂ થયો.
*ખેડૂતો માટે એમએસપી, સિચાઈ અને બજાર સુધારા
કૃષિ ક્ષેત્રમાં સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ, ઈ નામ, સિચાઈ અને ખેડૂતો ના બજાર સુધી પહોંચ જેવા કાર્યક્રમો આગળ વધારવામાં આવ્યા , પ્રથમ કાર્યકાળ ના અંતિમ તબક્કામાં પીએમ કિસાન ની જાહેરાત થઈ , ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ થી પીએમ કિસાન હેઠળ ખેડૂતોને સીધી નાણાકીય સહાય આપવાની શરૂઆત થઈ.
* સર્જિકલ સ્ટ્રાઈક રાષ્ટ્રીય સુરક્ષામાં કડક સંદેશ
૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિસ્તાર માં આતંકવાદી લોન્ચ પેડ સામે સર્જિકલ સ્ટ્રાઈક હાથ ધર્યા ની જાહેરાત કરી , આ કાર્યવાહી મોદી સરકાર ના પ્રથમ કાર્યકાળ માં રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ સામે ની નીતિ નું મોટું પ્રતીક બની , સરકારે આ કાર્યવાહી દ્વારા આતંકવાદ સામે ભારત ની ,‘‘ઝીરો ટોલરેન્સ'' નીતિ નો સંદેશ આપ્યો.
*વન રેન્ક, વન પેન્શન લાંબા સમયથી
પડતર માંગ પર નિર્ણય
સશષ દળો ના પૂર્વ સૈનિકો ની લાંબા સમય થી ચાલી રહેલી વન રેન્ક વન પેન્શન ની માંગ પર ૨૦૧૫ માં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો , મોદી સરકારે પોતાના પ્રથમ પાંચ વર્ષ ના મૂલ્યાંકન માં વન રેન્ક વન પેન્શન ની મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે રજૂ કર્યું હતું.
* મિશન શક્તિ અંતરિક્ષમાં ભારતની નવી ક્ષમતા
૨૭ માર્ચ ૨૦૧૯ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રને સંબોધીને ભારતે એન્ટી સેટેલાઇટ ટેસ્ટ મિશન શક્તિ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હોવા ની જાહેરાત કરી , આ સાથે ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ASAT ક્ષમતા દર્શાવનાર દેશો માં સામેલ થયું , આ પ્રથમ કાર્યકાળ ના અંતિમ મહિના ઓ માં ભારત ની રક્ષા અને અંતરિક્ષ ક્ષમતા ને લગતી સૌથી મોટી ઘટનાઓમાંની એક હતી .
*ઉડાન સામાન્ય નાગરિકને હવાઈ
મુસાફરી સાથે જોડવાનો પ્રયાસ
ઉડાન ... ઉડે દેશ કા આમ નાગરિક યોજના દ્વારા નાના શહેરો અને પ્રાદેશિક એરપોર્ટને હવાઈ માર્ગે જોડવા નો પ્રયાસ થયો ,મોદી સરકાર ના પ્રથમ કાર્ય કાળ માં રોડ, રેલવે, એરપોર્ટ અને જળમાર્ગ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ અને કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂકાયો.
* વિદેશ નીતિ ભારતને વૈશ્વિક મંચ
પર વધુ સક્રિય બનાવવા નો પ્રયાસ
પ્રથમ કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી એ અનેક દેશો ની મુલાકાત લઈ ને ભારત સાથે ના વેપાર, રોકાણ, સંરક્ષણ, ઊર્જા અને વ્યૂહાત્મક સંબંધો ને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો , અમેરિકા, જાપાન, રશિયા, ઇઝરાયેલ, યુએઈ, સાઉદી અરેબિયા અને અન્ય દેશો સાથે ના સંબંધો માં ઉચ્ચસ્તરીય રાજદ્વારી સક્રિયતા જોવા મળી , ભારત ની વૈશ્વિક પ્રતિષ્ઠા વધારવા ના પ્રયાસો માં ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ જેવી પહેલ પણ નોંધપાત્ર રહી.
* સરકારની કામ કરવાની શૈલીમાં ફેરફાર
મોદી સરકાર ના પ્રથમ કાર્યકાળ માં માત્ર યોજના ઓ જ નહીં પરંતુ સરકારી વ્યવસ્થા માં ટેક્રોલોજી અને સીધી લાભ પહોંચાડવા ની પદ્ધતિ પર પણ ભાર મૂકાયો , સરકાર દ્વારા ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર, આધાર, મોબાઇલ અને બેન્ક ખાતા ને જોડી ને મધ્યસ્થી ઓ ઘટાડવા નો પ્રયાસ થયો, આ મોડલ ને સરકાર દ્વારા ‘લાસ્ટ માઇલ ડિલિવરી' ના ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યું .
આવી અનેક યોજના ઓ હેઠળ મોદી સરકારે પ્રથમ કાર્યકાળ દરમિયાન જનહિત ના કાર્યો કર્યા, નરેન્દ્રભાઈ નો આ પ્રથમ કાર્યકાળ ૨૦૧૪ થી ૨૦૧૯ ના પાંચ વર્ષ ના મુખ્ય કામો એક નજરે જોઈએ તો દરેક ક્ષેત્ર ને જોઈએ તો,
મોદી સરકાર ના પ્રથમ કાર્યકાળ ની મુખ્ય પહેલ
* બેન્કિંગ- જનધન યોજના *સ્વચ્છતા- સ્વચ્છ ભારત અભિયાન * ગેસ- ઉ*વલા યોજના *વીજળી- ગ્રામ્ય વીજળીકરણ, સૌભાગ્ય *આવાસ-પ્રધાનમંત્રી આવાસ યોજના * નાણાકીય સહાય- મુદ્રા યોજના * કર સુધારા-જીએસટી * ઉદ્યોગ - મેક ઇન ઇન્ડિયા
* ડિજિટલ- ડિજિટલ ઇન્ડિયા, ભીમ, યુપીઆઈ * ખેડૂતો- સોઈલ હેલ્થ કાર્ડ, એ નામ, પીએમ કિસાન * સુરક્ષા- સર્જિકલ સ્ટ્રાઈક, ઓઆરઓપી * અંતરિક્ષ- મિશન શક્તિ * હવાઈ કનેક્ટિવિટી- ઉડાન * ઈન્ફ્રાસ્ટ્રક્ચર - રોડ, રેલ, એરપોર્ટ, જળમાર્ગ
* વિદેશ નીતિ- વૈશ્વિક રાજદ્વારી સક્રિયતા
*૨૦૧૯ માં મળ્યો પાંચ વર્ષના
શાસનનો સૌથી મોટો રાજકીય ‘રિપોર્ટ કાર્ડ'
૨૦૧૯ ની લોકસભા ચૂંટણી મોદી સરકાર ના પ્રથમ કાર્યકાળ નું રાજકીય મૂલ્યાંકન બની, ભાજપે ૩૦૩ લોકસભા બેઠકો જીતી, જ્યારે એનડીએ ને મળી ને ૩૫૩ બેઠકો મળી આ ૨૦૧૪ ની સરખામણી માં ભાજપ ની વધુ મોટી જીત હતી , એટલે કે ૨૦૧૪માં ‘પરિવર્તન'ના વચન સાથે સત્તા માં આવેલી મોદી સરકાર ને ૨૦૧૯ માં મતદારો એ વધુ મજબૂત જનાદેશ આપ્યો , પીએમ ઇન્ડિયા ના સત્તાવાર વર્ણન મુજબ ૨૦૧૪ અને ૨૦૧૯ બંને લોકસભા ચૂંટણી માં નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેઠળ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી , ૧૯૮૪ પછી સતત બે લોકસભા ચૂંટણી માં એક પક્ષ ને પોતાના બળે બહુમતી મળવાની આ ઐતિહાસિક ઘટના હતી.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
