<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

એકતાનગરમાં પ્રથમવાર નેશનલ ફિલ્‍મ એવોર્ડ સમારોહ

૧૯૫૪ બાદ પહેલી વખત દિલ્‍હીની બહાર આયોજન : રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મની ઉપસ્‍થિતિઃ સિનેજગત ઉમટશે

અમદાવાદઃ ગુજરાત માટે ગૌરવરૂપ અવસર વચ્‍ચે એકતાનગરના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર ૭૨માં નેશનલ ફિલ્‍મ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્‍થિતિમાં યોજાનારા સમારોહમાં દાદાસાહેબ ફાળકે પુરસ્‍કાર સહિત કુલ જા વિજેતાઓનું સન્‍માન થશે. ૧૯૫૪માં શરૂઆત બાદ પ્રથમવાર દિલ્‍હીની બહાર યોજાઈ રહેલા આ સમારોહ માટે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના બસ-બે એરિયામાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્‍યો છે. દેશના જાણીતા ફિલ્‍મ કલાકારોની હાજરીથી એકતાનગરમાં સિનેમાનો રંગ જામશે.

(2:50 PM IST)