તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે અમેરિકાના પ્રયાસો વચ્ચે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની મહત્વની મધ્યસ્થી
યુક્રેનના ઓલેશ્કી શહેરમાં સર્જાયેલી માનવતાવાદી કટોકટીની માહિતી મળ્યા બાદ મેલાનિયા ટ્રમ્પે તાત્કાલિક પગલાં લીધાં

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા અમેરિકાના પ્રયાસો વચ્ચે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની મહત્વની મધ્યસ્થી સામે આવી છે. યુક્રેનના ઓલેશ્કી શહેરમાં સર્જાયેલી માનવતાવાદી કટોકટીની માહિતી મળ્યા બાદ મેલાનિયા ટ્રમ્પે તાત્કાલિક પગલાં લીધાં હતાં. સ્થાનિક નાગરિકો સુધી માનવીય સહાય પહોંચાડી શકાય તે માટે તેમણે રશિયા અને યુક્રેન બંને દેશો સાથે ચર્ચા કરી હતી.
મેલાનિયાની પહેલને બંને પક્ષોએ આવકારી હતી અને 23 ઓક્ટોબરના રોજ બંને દેશો વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીના ભાગરૂપે છ દિવસ માટે અસ્થાયી યુદ્ધવિરામ અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેથી ઓલેશ્કીના સ્થાનિક લોકો સુધી જરૂરી માનવીય સહાય પહોંચાડી શકાય. મેલાનિયા ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ પહેલને બિરદાવતાં બંને દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત પણ કર્યું હતું.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
