<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

પહેલા પવિત્ર સ્‍નાન કરાવતો પછી લોજમાં લઈ જઈ શરીર સાથે રમતો

નાસિકમાંથી વધુ એક બાબાની કરતૂત સામે આવી

નાસિક  તા.૨૪: નાસિકમાં નકલી બાબા અશોક ખરાતનો મામલો હજુ શાંત નથી થયો ત્‍યાં વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક પછી એક બાબાઓના ચહેરા ખુલ્‍લા પડી રહ્યા છે, જેના કારણે સમાજમાં તેમની ખોટી છાપ પડી રહી છે. મઠ, પૂજા અને સમાધાનના નામ પર લોકોની કમજોરીનો ફાયદો ઉઠાવ્‍યો. એક મહિલાને પહેલા દૈવિય સંકટનો ડર દેખાડ્‍યો. તેને પવિત્ર તળાવમાં સ્‍નાન કરવા માટે કહેવાયું. પછી ધાર્મિક અનુષ્ઠાનના બહાને એકાંતમાં લઈ તેનું શોષણ કર્યું. આ કહાની ખાલી એક પીડિતાની નથી, પણ તે વિશ્વાસ તૂટવાની છે, જેને લોકો આસ્‍થા સમજીને જીવે છે.

આ કિસ્‍સો એવા સમયે આવ્‍યો છે, જ્‍યાં નાસિકમાં અશોક ખરાતનો કેસ પહેલાથી ચર્ચામાં છે. હવે લાસલગાંવ વિસ્‍તારમાંથી વધુ એક કથિત બાબા મહેશ ગિરી પર યૌન શોષણનો આરોપ લાગ્‍યો છે. પોલીસે તેના વિરુદ્ધ બળાત્‍કાર અને જાદૂ ટોણા વિરોધી કાયદા અંતર્ગત કેસ નોંધી લીધો છે. તપાસમાં સામે આવ્‍યું છે તે લોકોને તેમના પરિવારના સંકટનો ડર બતાવી પોતાની જાળમાં ફસાવતો હતો અને પછી મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો.

નિફાડ તાલુકાના ધરંગાવમાં આવેલું મઠ, જે પ્રતિ ગંગાપુરના નામથી ઓળખાય છે. ત્‍યાં રોજ અસંખ્‍ય લોકો પોતાની સમસ્‍યાનું સમાધાન શોધવા માટે આવતા હતા. આ જ જગ્‍યા પર આરોપી લોકોનો વિશ્વાસ જીતતો હતો. તે પહેલા પરિવારનો વિશ્વાસ જીતી લેતો. પછી તેના સમાધાન બતાવવાના નામ પર મહિલાઓને અલગ પાડી દેતો.

આરોપ છે કે પીડિતાને પહેલા તળાવમાં સ્‍નાન કરવા માટે કહેતો, પછી ઝાડની પરિક્રમા જેવા ધાર્મિક કર્મકાંડ કરાવતો. ત્‍યાર બાદ આરોપી તેનો મોબાઈલ નંબર લઈ અશ્‍લીલ મેસેજ મોકલતો. ધીમે ધીમે મહિલાને માનસિક રીતે ડરાવતો અને એવો કહેતો કે જો તેની વાત ન માની તો તેના પર દૈવિય પ્રકોપ થશે.

બાદમાં આરોપી મહિલાને એક ધાર્મિક અનુષ્ઠાનના બહાને નાસિક-ત્ર્યંબક રોડ પર એક લોજમાં લઈ ગયો. ત્‍યાં તેનું યૌન શોષણ કર્યું. પીડિતાના જણાવ્‍યા અનુસાર, વિરોધ કરવા પર તેને હેરાન કરી અને ડરાવી-ધમકાવી. આ આખી ઘટના લાંબા સમય સુધી ચાલતી રહી, જેનાથી મહિલા માનસિક રીતે પડી ભાંગી હતી.

આ મામલાનો ખુલાસો ત્‍યારે થયો, જ્‍યારે પીડિતાએ હિમ્‍મત એકઠી કરી અંધવિશ્વાસ નિર્મૂલન સમિતિના પદાધિકારીઓનો સંપર્ક કર્યો. ત્‍યાર બાદ પોલીસ સુધી મામલો પહોંચ્‍યો અને તપાસ શરુ કરી. પોલીસ અધીક્ષકના નિર્દેશ પર લાસલગાંવમાં કેસ નોંધ્‍યો. શરુઆતી તપાસમાં સંકેત મળ્‍યા છે કે આરોપીએ અન્‍ય મહિલાઓને પણ આવી રીતે ટાર્ગેટ બનાવ્‍યા છે.

(10:29 AM IST)