<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

સિક્કિમના ડઝોંગુમાં પ્રથમ વખત સિક્કિમ રાઇડર્સ મીટ 2026નો પ્રારંભ

રાઇડર્સ મીટ દ્વારા સિક્કિમના કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ

સિક્કિમના ડઝોંગુમાં પ્રથમ વખત સિક્કિમ રાઇડર્સ મીટ 2026નો પ્રારંભ થયો છે. આ વિશેષ કાર્યક્રમમાં ભારત સહિત વિદેશના વિવિધ દેશોમાંથી બાઈકર્સ ભાગ લઈ રહ્યા છે. મોટરસાઇકલિંગ પ્રત્યેનો ઉત્સાહ અને બાઈકર્સ વચ્ચે ભાઈચારો વધારવાના ઉદ્દેશ્યથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ રાઇડર્સ મીટ દ્વારા સિક્કિમના કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશ-વિદેશના બાઈકર્સને સિક્કિમની સંસ્કૃતિ અને પરંપરાનો અનુભવ કરવાની તક મળી રહી છે. આ કાર્યક્રમથી સ્થાનિક પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની આશા છે.

(12:21 AM IST)