તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
ભારત અને મંગોલિયા વચ્ચે પ્રથમ સીધી વિમાન સેવા શરૂ, દિલ્હીથી ઉલાનબાટરની મુસાફરી હવે ૧૩ થી ૧૮ને બદલે માત્ર ૫ કલાકમાં પૂરી થશે

નવી દિલ્હી, તા. ૨૮ : ભારત અને મંગોલિયા વચ્ચે પ્રથમ નિયમિત સીધી વિમાન સેવા શરૂ થઈ છે. મંગોલિયાની હુન્નુ એર દ્વારા નવી દિલ્હી અને ઉલાનબાટર વચ્ચે શરૂ કરાયેલી આ સેવા દર સોમવારે ઉપલબ્ધ રહેશે. સીધી ઉડાન શરૂ થતાં બંને રાજધાનીઓ વચ્ચેની મુસાફરીનો સમય ઘટીને આશરે પાંચ કલાક થયો છે.
અત્યાર સુધી બંને દેશના મુસાફરોને બેઇજિંગ અથવા ઇન્ચિયોન જેવા મધ્યવર્તી સ્થળેથી વિમાન બદલવું પડતું હતું અને મુસાફરીમાં આશરે ૧૩થી ૧૮ કલાક લાગતા હતા. નવી સેવા પ્રવાસન, તબીબી સારવાર, વ્યવસાય અને સાંસ્કૃતિક સંપર્કને પ્રોત્સાહન આપશે. ઓછા સમયમાં માલસામાનની હેરફેર શક્ય બનવાથી દ્વિપક્ષીય વેપારને પણ લાભ થવાની આશા છે. આ સીધી વિમાન સેવાની જાહેરાત મંગોલિયાના રાષ્ટ્રપતિ ઉખનાગીન ખુરેલસુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑક્ટોબર ૨૦૨૫માં નવી દિલ્હીમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન કરી હતી.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
