તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
ગુવાહાટીના ઉલુબારીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર :પાંચ લોકોના મોત
ઉલુબારીના બોરા સર્વિસ વિસ્તારમાં હોટલ બિલાસ ઇનમાં અંધાધૂંધ ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા:છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારને ઘેરી લીધો

આસામની રાજધાની ગુવાહાટીથી હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલુબારીના બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી હોટલ બિલાસ ઇનમાં આડેધડ ગોળીબારની ઘટના બની છે
. પ્રારંભિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. જોકે, ગોળીબાર કોણે અને કયા સંજોગોમાં કર્યો તેની વિગતો હજુ સુધી ઉપલબ્ધ નથી.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
