<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

વિશાખાપટ્ટનમમાં એચપીસીએલની ઓઇલ રિફાઇનરીમાં આગથી દોડધામ

આંધ્રપ્રદેશની મહત્વપૂર્ણ પેટ્રોલિયમ રિફાઇનરીમાં આગની ઘટનાને પગલે તંત્ર દોડતું થયું : કારણ અને નુકસાન અંગે તપાસ*

વિશાખાપટ્ટનમ, તા. ૩ : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં સોમવારે રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. દેશના મહત્વપૂર્ણ પેટ્રોલિયમ ઉત્પાદન કેન્દ્રોમાંના એક એવા આ એકમમાં આગની ઘટનાથી ચિંતા ફેલાઈ હતી. 

સોશિયલ મીડિયા ઉપર વાયરલ અહેવાલોમાં રિફાઇનરીના એક તેલસંગ્રહ વિભાગ નજીક આગ લાગ્યાનું તથા આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયાનું જણાવાયું છે. જોકે આગ ચોક્કસ કયા એકમમાં લાગી, તેનું કારણ શું હતું અને કેટલું નુકસાન થયું તેની સત્તાવાર વિસ્તૃત વિગતો હજુ ઉપલબ્ધ નથી. જાનહાનિ અંગે પણ વિશ્વસનીય અંતિમ માહિતીની રાહ જોવાઈ રહી છે. 

(1:21 AM IST)