તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
મિડલ ઈસ્ટમાં ફરી ભડકી આગ: પવિત્ર મક્કા સહિત સાઉદી અરેબિયાના 4 શહેરોમાં હાઈ-એમર્જન્સી એલર્ટ જાહેર
યમનના હૂતી વિદ્રોહીઓનો સાઉદી પર મિસાઈલ હુમલો; એર ડિફેન્સે હવામાં જ બેલિસ્ટિક મિસાઈલોને ફૂંકી મારી

નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાની સુરક્ષાને લઈને અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. શનિવાર, 24 ઓક્ટોબરના રોજ સાઉદી પ્રશાસન દ્વારા દેશના ચાર અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક હાઈ-એમર્જન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હૂતી વિદ્રોહીઓની નાપાક હરકત
અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર, યમનમાંથી સક્રિય થયેલા સશસ્ત્ર હૂતી વિદ્રોહી જૂથે સાઉદી અરેબિયાને સીધું નિશાન બનાવીને ખતરનાક બેલિસ્ટિક મિસાઈલ હુમલા કર્યા હતા. આ કાવતરા હેઠળ ખાસ કરીને સાઉદીના અતિ મહત્ત્વના શહેરો 'તાઈફ' (Taif) અને 'યાનબુ' (Yanbu) પર મિસાઈલો દાғવામાં આવી હતી. આ અચાનક થયેલા હુમલાના પ્રયાસ બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે.
સાઉદી સૈન્યનું પરાક્રમ: હવામાં જ મિસાઈલો તબાહ
જો કે, સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના સંયુક્ત લશ્કરી ગઠબંધને સમયસૂચકતા દાખવતા દુશ્મનોના આ નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવ્યા હતા. સાઉદીની અત્યાધુનિક 'એર ડિફેન્સ સિસ્ટમ' (Air Defense System) એ ત્વરિત કાર્યવાહી કરતા આકાશમાં જ હૂતી વિદ્રોહીઓની બંને બેલિસ્ટિક મિસાઈલોને ટ્રેક કરીને હવામાં જ તોડી પાડી હતી. સૈન્યની સતર્કતાને કારણે સમયસર મોટો સંભવિત વિનાશ અટકી ગયો હતો.
કયા ચાર વિસ્તારો પર ખતરો?
આ જોખમી મિસાઈલ હુમલા અને સુરક્ષાના ગંભીર પડકારોને ધ્યાનમાં રાખીને સરકારે મુસ્લિમોના અત્યંત પવિત્ર સ્થળ મક્કા (Mecca) ઉપરાંત જેદ્દાહ (Jeddah), યાનબુ (Yanbu) અને તાઈફ (Taif) સહિત કુલ 4 પ્રમુખ શહેરો અને વિસ્તારોમાં કટોકટી (ઈમરજન્સી) જાહેર કરી દીધી છે. હાલ આ તમામ ક્ષેત્રોમાં સુરક્ષા વ્યવસ્થા બેહદ સઘન કરી દેવામાં આવી છે અને સૈન્ય દળો દ્વારા દરેક સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
