News of Wednesday, 29th April 2026
પ.બંગાળમાં સત્તાના સિંહાસન માટે અંતિમ અને નિર્ણાયક જંગ
મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે ખરાખરીનો મુકાબલોઃ બીજા તબક્કાના મતદાનમાં મતદારોમાં બહરે ઉત્સાહ : ૧૪૨ બેઠકો પર ૩.૨ કરોડ મતદારો નક્કી કરશે બંગાળનું ભવિષ્યઃ દિગ્ગજોનું ભાવિ ઇવીએમમા કેદ થશે

કોલકાતા, તા.૨૯: પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થયું છે. સાત જિલ્લાની ૧૪૨ બેઠકો પર ફેલાયેલા આ જંગમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ભવાનીપુરથી મેદાનમાં છે, જે આ તબક્કાની સૌથી હાઈ-પ્રોફાઈલ બેઠક બની ગઈ છે. ગત ચૂંટણીમાં વ્પ્ઘ્એ આ વિસ્તારમાં ૧૨૩ બેઠકો જીતીને એકતરફી વર્ચસ્વ જમાવ્યું હતું, પરંતુ આ વખતે ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારીને મજબૂત પડકાર ફેંકયો છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, જે પ્રથમ તબક્કાના ૯૩ ટકા મતદાનના રેકોર્ડને પણ તોડી શકે છે.
ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ બનાવવા માટે સુરક્ષાના અભૂતપૂર્વ પ્રબંધ કરવામાં આવ્યા છે. અર્ધલશ્કરી દળોની ૨,૩૦૦થી વધુ કંપનીઓ અને ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આમ છતાં, હાવડા અને નાદિયા જેવા વિસ્તારોમાં EVMમાં ટેકનિકલ ખામી અને છૂટાછવાઈ હિંસક અથડામણોના અહેવાલો મળ્યા છે. નાદિયામાં ભાજપના એક એજન્ટ પર જીવલેણ હુમલો થતા સ્થિતિ તંગ બની હતી, જેને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ કડક કાર્યવાહી કરી વિરોધીઓને વિખેરી નાખ્યા હતા.
આ તબક્કો સત્તાની હેટ્રિક માટે મમતા બેનર્જી અને બંગાળમાં પરિવર્તન માટે ભાજપ માટે કરો યા મરો સમાન છે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી સામે સુવેન્દુ અધિકારીના જંગે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ ઉપરાંત ફિરહાદ હકીમ, સુજીત બોઝ અને જ્યોતિપ્રિયા મલ્લિક જેવા મંત્રીઓના ભાવિ પણ આજે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં કેદ થશે. ૪ મેના રોજ જ્યારે મતગણતરી થશે ત્યારે જ સ્પષ્ટ થશે કે બંગાળની જનતાએ ફરી દીદી પર ભરોસો મૂકયો છે કે પછી કેસરિયો લહેરાવ્યો છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
