<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

મજાક કરતા-કરતા સાળી બનેવીના પ્રેમમાં પડીઃ માયા એવી લાગી કે ઘરમાંથી બધું સાફ કરીને ભાગી ગયા

તેરે ઈશ્‍ક મેં પાગલ હો ગઈ... એક ચોંકાવનારો કિસ્‍સો બરેલીમાંથી સામે આવ્‍યો

બરેલી તા.૯: સાળી-બનેવીનો સંબંધ હસી-મજાકવાળો હોય છે. ક્‍યારેક ક્‍યારેક આ મજાક અપરાધનું રૂપ પણ લઈ લેતી હોય છે. હવે ઉત્તર પ્રદેશમાંથી એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. એક બનેવી પોતાની સાળી પર મોહી ગયા. પછી તો પ્રેમમાં એવા પાગલ થયા કે બધું ભૂલી ગયા કે આ બીજું કોઈ નહીં પણ તેની પત્‍નીની બહેન છે. બંનેએ હદ તો ત્‍યારે પાર કરી જ્‍યારે ઘરેથી ભાગી ગયા. આ બાજુ સસરાએ જમાઈની કરતૂત પર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ કિસ્‍સો બરેલીના ઈજ્જતનગર વિસ્‍તારમાંથી સામે આવ્‍યો છે. સસરાએ જણાવ્‍યું કે, તેમની મોટી દીકરીના લગ્ન ભોજીપુરા વિસ્‍તારમાંથી રહેતા એક યુવક સાથે કર્યા હતા. લગ્ન બાદથી જમાઈનો વ્‍યવહાર ઠીક નહોતો. કાયમ દહેજ માગતો રહેતો. ત્‍યાં સુધી કે દીકરીને પણ હેરાન કરતો. ઘણી વાર કાર અને બાઈક માટે રૂપિયાની પણ માગ કરતો. માગ પૂરી ન થતાં દીકરી સાથે મારપીટ કરતો. ત્‍યાં સુધી કે એક વાર તો જમાઈએ દીકરી પર તેલ રેડી તેને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી હતી.

તેમણે આગળ જણાવ્‍યું કે, ૨૯ જૂનના રોજ જમાઈ પોતાના એક મિત્ર સાથે ઘરે આવ્‍યા હતા. ત્‍યારે તેમણે નાની દીકરીને ભોળવી લીધી અને તેને સાથે લઈને નીકળી ગયા. જ્‍યારે અમને ખબર પડી તો ઘરના સામાનની તપાસ કરી. તે પોતાની સાથે લગભગ ૩૦ તોલા સોનું અને ૫૦ હજાર રૂપિયા પણ રોકડા લઈ ગઈ છે જ્‍યારે જમાઈના ભાઈઓને આ અંગે વાત કરી તો મામલો શાંત કરવાની જગ્‍યાએ ઝઘડો શરુ કરી દીધો.

પીડિત પક્ષનું કહેવું છે કે, તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ત્‍યાર બાદ પરિવારે પોલીસની શરણ લીધી અને આખા મામલામાં લેખિત ફરિયાદ આપી છે. ઈજ્જતનગર પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધાર પર જમાઈ, તેમના ભાઈઓ અને અમુક અન્‍ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

(9:51 AM IST)