<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ચાલતી ટ્રેનમાં સાપ નીકળતા મુસાફરોમાં ફેલાયો ભય: રેલવેએ એસી કોચ બદલીને લીધા મોટા પગલાં

સ્વતંત્ર સેનાની એક્સપ્રેસના એસી કોચમાં સાપ દેખાતા સર્જાયેલી અફરાતફરી વચ્ચે મુઝફ્ફરપુર જંકશન પર બોગી બદલી મુસાફરોને સુરક્ષિત કરાયા

મુઝફ્ફરપુર : શનિવારે રાત્રે જયનગરથી દિલ્હી જતી સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ ટ્રેનના સેકન્ડ એસી કોચમાં અચાનક સાપ જોવા મળતા મુસાફરોમાં ભારે ગભરાટ અને ફફડાટ ફેલાઈ ગયો હતો, અને મુસાફરોએ ટીટીઈ તથા રેલવેને ફરિયાદ કરીને ડરના માહોલમાં લાંબી મુસાફરી કરવી પડી હતી.

મળતી વિગતો મુજબ, દરભંગા સ્ટેશન પર રેલવે કર્મચારીઓએ કોચની પેનલ ખોલીને તપાસ કરી હતી પરંતુ સાપ ન મળતા ટ્રેનને આગળ રવાના કરાઈ હતી અને રાત્રે મુઝફ્ફરપુર પહોંચ્યા બાદ રેલવે અધિકારીઓએ આખો એસી કોચ ખાલી કરાવીને તેને ટ્રેનમાંથી અલગ કરી દીધો હતો.

સાપ પેનલના છિદ્રમાંથી ભાગી ગયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી અને સાવચેતીના ભાગરૂપે તેની જગ્યાએ નવો કોચ જોડવામાં આવતા ટ્રેન એક કલાક મોડી એટલે કે રાત્રે આશરે ૧૧ વાગ્યે આગળ વધી હતી.

આ ઘટનાથી મુસાફરોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે, જોકે મધુબનીના રહેવાસી મુસાફર અરુણ ઠાકુરે સમયસર નવો કોચ જોડવા બદલ સમસ્તીપુર રેલવે ડિવિઝનના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

(1:10 PM IST)