હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અજાણ્યા નંબરથી છેતરાવાનો ડર ખતમ! DoT લાવી રહ્યું છે નવો નિયમ, ફોન ઉપાડતાં પહેલાં જ દેખાઈ જશે કોલ કરનારનું સાચું નામ
1 નવેમ્બર 2026 થી CNAP સર્વિસ ફરજિયાત, Truecaller જેવી એપની જરૂર નહીં પડે; 4G અને 5G નેટવર્ક પર ડિફોલ્ટ સુવિધા મળશે

નવી દિલ્હી તા.૩૧ : ટેલિકોમ વિભાગ (DoT) એ તમામ ટેલિકોમ કંપનીઓને 1 નવેમ્બર 2026 થી Calling Name Presentation (CNAP) સર્વિસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. હવે અજાણ્યા નંબરથી કોલ આવશે ત્યારે માત્ર નંબર નહીં, કોલ કરનારનું નામ પણ સ્ક્રીન પર દેખાશે. આ માટે કોઈ એપ ડાઉનલોડ કરવાની કે અલગથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે.
DoT ના 13 ઓક્ટોબરના પરિપત્ર મુજબ, શરૂઆતમાં આ સુવિધા 4G અને 5G નેટવર્ક પર જ ઉપલબ્ધ થશે. 2G, 3G અને લેન્ડલાઈન માટે બાદમાં નિર્ણય લેવાશે. Jio, Airtel, Vi અને BSNL સહિત તમામ કંપનીઓએ આ લાગુ કરવું પડશે.
*તમારા ફોન પર શું દેખાશે?*
- જો નંબર સેવ કરેલો હશે તો તમે સેવ કરેલું નામ જ દેખાશે.
- જો નંબર સેવ નહીં હોય અને કોલ દેશનો હશે તો ટેલિકોમ કંપનીના KYC ડેટાબેઝમાં જે નામ હશે તે દેખાશે, એટલે કે સિમ જેના નામે હશે તેનું નામ.
- જો કોલ વિદેશથી હશે તો "International Call" લખેલું દેખાશે.
- જેમણે Caller ID છુપાવવા માટે CLIR સુવિધા લીધી હશે તેમનું નામ નહીં દેખાય.
બિઝનેસ અને બલ્ક કનેક્શનવાળા યુઝર્સ પોતાની વેરિફાઈડ ટ્રેડમાર્ક અથવા GST પર નોંધાયેલ કંપનીનું નામ દેખાડી શકશે. સરકારનો મુખ્ય હેતુ સ્પામ કોલ, ફેક કોલ અને સાયબર ફ્રોડ અટકાવવાનો છે. જોકે નામ દેખાવાથી કોલ સુરક્ષિત છે તેવી ગેરંટી નથી, OTP કે પૈસા માંગતા કોલથી સાવધાન રહેવું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
