તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 10th May 2026
ચક્રવાતી તોફાનની આશંકા? દેશના 13 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીથી ફફડાટ
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: આગામી 4 દિવસ ભારે પવન અને માવઠાની ચેતવણી, હીટવેવથી રાહત મળશે

નવી દિલ્હી:દેશમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી-એનસીઆર સહિત દેશના 13 જેટલા રાજ્યોના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, કેટલાક વિસ્તારોમાં ચક્રવાતી પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ અને વીજળીના કડાકા થઈ શકે છે.
કયા રાજ્યોમાં 'એલર્ટ' જાહેર કરાયું?
હવામાન વિભાગની આગાહી મુજબ, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના કેરળ, તમિલનાડુમાં પણ વરસાદી માહોલ રહેશે. પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હી-NCR માટે ‘ઓરેન્જ એલર્ટ’
રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો, પરંતુ હવે નવા વેધર સિસ્ટમની અસરથી તાપમાનમાં 5 થી 7 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આકાશ વાદળછાયું રહેશે અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ પડવાની શક્યતા છે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે.
સમુદ્રમાં હલચલ: માછીમારોને ચેતવણી
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ, સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા તે ચક્રવાતનું રૂપ ધારણ કરે છે કે કેમ તેના પર નિષ્ણાતો નજર રાખી રહ્યા છે. હાલમાં કેરળ અને લક્ષદ્વીપના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
