<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

બાપ રે બાપ !! જમ્મુ-કાશ્મીરમાં દોઢ લાખથી વધુ રખડતા શ્વાન સામે માત્ર પાંચ પશુ જન્મ નિયંત્રણ કેન્દ્રોથી પડકાર મોટો

અત્યાર સુધીમાં ૬૮,૩૪૬ શ્વાનોની નસબંધી અને ૮૦,૭૨૫ શ્વાનોનું રસીકરણ કરાયું :આગામી સમયમાં વધુ ૨૦ કેન્દ્ર ઊભાં કરવાની દિશામાં કામગીરી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં રખડતા શ્વાનોની સંખ્યા હવે ચિંતાજનક રીતે વધીને અંદાજે ૧,૫૨,૭૭૫ સુધી પહોંચી છે. આ પરિસ્થિતિ સામે હાલ માત્ર પાંચ પશુ જન્મ નિયંત્રણ કેન્દ્ર કાર્યરત છે. ભગવતીનગર, રૂપનગર, ચૌવાડી, ટેંગપોરા અને સુહામામાં કેન્દ્રો ચાલી રહ્યા છે, જ્યારે ચટરહમામાં છઠ્ઠું કેન્દ્ર આંશિક રીતે તૈયાર થયું છે.

સત્તાવાર વિગતો મુજબ અત્યાર સુધીમાં ૬૮,૩૪૬ શ્વાનોની નસબંધી અને ૮૦,૭૨૫ શ્વાનોનું રસીકરણ કરાયું છે. આગામી સમયમાં વધુ ૨૦ કેન્દ્ર ઊભાં કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે અને ૧૩ જિલ્લાઓમાં નવી સુવિધાઓ માટે જમીન પણ ઓળખી લેવામાં આવી છે.

છેલ્લા છ મહિનામાં ૨,૯૬૩ શ્વાનોની નસબંધી અને ૫,૦૧૩ શ્વાનોનું રસીકરણ થયું છે. તેમાં જમ્મુ મહાનગરપાલિકાએ ૨,૬૭૬ અને બાંદીપોરામાં ૨૮૭ નસબંધી કરી હતી. આ આંકડા સર્વોચ્ચ અદાલતમાં ચાલતી રિટ અરજી ક્રમાંક ૫/૨૦૨૫ અંગેની અનુપાલન અહેવાલનો ભાગ છે.

(11:37 PM IST)