તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટ્રક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત :12 લોકોના ઘટનાસ્થળે જ મોત : 25થી વધુ લોકોને ઇજા
લગ્નના મહેમાનોને લઈ જતી ટ્રક પાલઘર જિલ્લામાં હાઈવે પર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ:અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો:લગ્નની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સોમવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મુંબઈ-અમદાવાદ હાઈવે પર લગ્નના મહેમાનોને લઈ જતી એક ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં 25 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક આઇશર ટ્રકમાં સવાર થઈને લગ્નના મહેમાનો જઈ રહ્યા હતા. આ દરમિયાન પાલઘર જિલ્લામાં હાઈવે પર તેમની ટ્રક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી લગ્નની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી અને ચારેતરફ ચીસાચીસ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
