તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Monday, 26th October 2026
કેન્યામાં ટ્રક-બસ વચ્ચે ભીષણ અકસ્માતઃ ૨૨ લોકોના મોત

કેન્યા,તા.૨૬: કેન્યામાં રવિવારે એક ભીષણ અકસ્માત સર્જાયો છે. અહીં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ૨૨ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા છે, જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. જ્યારે માકુએની કાઉન્ટી કમિશનર અબ્દુલ્લાહી ખલીફે કહ્યું કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ લોકો એક અંતિમ સંસ્કારમાંથી પરત ફરી રહ્યાં હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસે જણાવ્યું કે, રવિવારે કેન્યાના નેશનલ હાઈવે પર એક બસ અને ટ્રકની ટક્કર થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૨ લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં લોકો ઘાયલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જણાવી દઈએ કે ત્રણ અઠવાડિયામાં આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા આ જ હાઈવે પર સર્જાયેલી દુર્ઘટનામાં ૧૭ લોકોના મોત થયા હતા. આ હાઈવે રાજધાની નાઇરોબીને મોમ્બાસા સાથે જોડે છે.
પોલીસ અનુસાર, રવિવારે સવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં ઘણાં લોકો ઘાયલ થયા છે. જેની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુસાફરો એક અંતિમ સંસ્કારમાંથી પરત આવી રહ્યાં હતા, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
