તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
"ખેડૂત હવે માત્ર 'અન્નદાતા' નથી, પણ 'ઉર્જાદાતા' બનશે!": મધ્ય પ્રદેશમાં નવી બસ સેવાના પ્રારંભે નીતિન ગડકરીનું મજબૂત નિવેદન, ઈથેનોલ અને હાઈડ્રોજન ઈંધણથી ઓટો ક્ષેત્રે ક્રાંતિનો દાવો!
૨૨ લાખ કરોડની તેલ આયાત ઘટે તો દેશ સમૃદ્ધ બને; ૧૦૦% ઈથેનોલ પર ચાલતી ફ્લેક્સ-ફ્યુઅલ ગાડીઓ અને રૂ. ૩૦% સસ્તા ભાડા સાથે એસી બસ પ્રદાન કરવાનો સરકારનો માસ્ટરપ્લાન

ભોપાલ, તા.૨૫: દેશના રોડ નેટવર્ક અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવનાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે મુખ્યમંત્રી મોહન યાદવની ઉપસ્થિતિમાં નવી જાહર બસ સેવાનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ તકે એક વિશાળ જનસભાને સંબોધતા ગડકરીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારતના ખેડૂતો હવે માત્ર દેશનું પેટ ભરનારા 'અન્નદાતા' પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ ઈથેનોલ અને બાયોફ્યુઅલના માધ્યમથી દેશને ઊર્જા પૂરી પાડનારા 'ઉર્જાદાતા' પણ બની ચૂક્યા છે. સ્વદેશી, આત્મનિર્ભરતા અને પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપતાં તેમણે જણાવ્યું હતું કે ઈથેનોલના વધતા ઉપયોગથી દેશમાં મકાઈ જેવા પાકના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. ૧,૨૦૦ થી સીધા વધીને રૂ. ૨,૬૦૦ સુધી પહોંચી ગયા છે, જેનો સીધો આર્થિક લાભ ખેડૂતોને મળી રહ્યો છે.
હાલમાં ભારત પ્રતિવર્ષ અંદાજે રૂ. ૨૨ લાખ કરોડનું પેટ્રોલિયમ આયાત કરે છે. જો આ નિર્ભરતા ઘટાડીને ૧૦૦ ટકા ઈથેનોલ પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન, વીજળી અને હાઈડ્રોજન ઈંધણ તરફ વળવામાં આવે, તો દેશનું અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચશે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ પોતે 'મિરાઈ' (Mirai - જેનો અર્થ ભવિષ્ય થાય છે) નામની હાઈડ્રોજન કારમાં મુસાફરી કરે છે અને ટૂંક સમયમાં જ દેશના ૧૦ મુખ્ય રૂટ પર હાઈડ્રોજન સંચાલિત બસો દોડાવવાની યોજના છે.
ગરીબો માટે ડીઝલ કરતા ૩૦% સસ્તા ભાડામાં એસી બસ સવારીનો સંકલ્પ
જાહેર પરિવહનની કાયાપલટ કરવા અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ એસી બસોમાં મુસાફરી કરવાનો પૂરો હક છે. તેમનું સપનું છે કે ઇલેક્ટ્રિક અને સ્વચ્છ ઈંધણ આધારિત બસો ચલાવીને ટિકિટનું ભાડું ડીઝલ બસોની સરખામણીએ ૩૦ ટકા સુધી સસ્તું કરવામાં આવે. 'પીએમ ઈ-બસ સેવા' યોજના હેઠળ રૂ. ૫૭,૦૦૦ કરોડના ખર્ચે ૧૦,૦૦૦ નવી ઇલેક્ટ્રિક બસો રસ્તા પર ઉતારવામાં આવી રહી છે, જેનાથી ૪૫ થી ૫૫ લાખ જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયના 'અંત્યોદય' ના સિદ્ધાંતને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, વિકાસનો લાભ સમાજના અંતિમ માનવી સુધી પહોંચવો જોઈએ. પરિવહન ક્ષેત્ર દેશના કુલ વાયુ પ્રદૂષણમાં ૪૦ ટકાનો હિસ્સો ધરાવે છે, તેથી જૂના વાહનોને ભંગાર (સ્ક્રિપિંગ) કરવાની નીતિ અને કચરામાંથી સીએનજી (CNG) બનાવવાના પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યા છે. જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ ક્ષેત્ર બની ચૂક્યું છે, ત્યારે આગામી ત્રણ વર્ષમાં ૨ લાખ નવી બસો રસ્તા પર ઉતારીને ભારતને વૈક્ષણિક અને ઔદ્યોગિક રીતે વૈશ્વિક લીડર બનાવવાનો લક્ષ્યાંક છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
