તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
દુષ્કાળ વચ્ચે મૈસુરુ દસરાની ભવ્ય ઉજવણી સામે ખેડૂતોનો વિરોધ: તમામ કૃષિ લોન માફ કરવા રાજ્ય સરકારને ઉગ્ર અપીલ
પાકની નિષ્ફળતા અને આર્થિક સંકટ વચ્ચે મૈસુરુમાં દસરા મહોત્સવના ભવ્ય આયોજન સામે દક્ષિણ ભારતના ખેડૂતોએ વિરોધ દર્શાવી ધામા નાખ્યા

મૈસુરુ : કર્ણાટકના મૈસુરુ શહેરમાં રાજ્યમાં સર્જાયેલી ગંભીર દુષ્કાળની પરિસ્થિતિ અને પાકના વ્યાપક નુકસાન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા પ્રખ્યાત મૈસુરુ દસરા મહોત્સવની અત્યંત ભવ્ય અને ખર્ચાળ ઉજવણી કરવાના નિર્ણય સામે સ્થાનિક ખેડૂત સંગઠનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાવેરી નદી બેસિન અને આસપાસના વિસ્તારોમાં પૂરતા વરસાદના અભાવે ખેડૂતો આર્થિક તંગી અને દેવાતળે દબાયેલા છે, તેવા સમયે સરકાર દ્વારા મહોત્સવ પર કરોડો રૂપિયાનો ધુમાડો કરવાના આયોજન સામે રોષે ભરાયેલા ખેડૂતોએ મૈસુરુમાં એકઠા થઈને રાજ્ય સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ખેડૂત નેતાઓ અને સંગઠનોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે તમામ પ્રકારની કૃષિ લોન સંપૂર્ણપણે માફ કરવાની, દુષ્કાળ રાહત પેકેજ જાહેર કરવાની તેમજ સંકટમાં મુકાયેલા ખેડૂત પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવાની માંગણી કરી છે.
વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે એક તરફ ખેડૂતો પોતાના ખેતરોમાં સુકાઈ રહેલા પાક અને વધતા જતા કરજને કારણે આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકાર દ્વારા ભવ્ય ઉત્સવો પાછળ સરકારી નાણાંનો વ્યય કરવો તે ખેડૂતોની વેદનાની મજાક ઉડાવવા સમાન છે.
અગાઉ પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દુષ્કાળના કારણે ખેડૂતો દ્વારા વળતર અને દેવામાફી માટે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા મૈસુરુ દસરા જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ ટાણે ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.
ખેડૂતોના આ ઉગ્ર વિરોધ પ્રદર્શનને પગલે સ્થાનિક પ્રશાસન અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરીને તેમની માંગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવી રહી છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
