તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
ચંડીગઢથી એક વર્ષના બાળકની સારવાર કરાવી પરત ફરતા પરિવારને અકસ્માત :બાળક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા
પઠાણકોટ-ભરમૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાહાડ ગામ પાસે ભીષણ અકસ્માત:કારમાં સવાર તમામ પાંચેય લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું

ચંબા જિલ્લામાં સોમવાર મોડી રાત્રે પઠાણકોટ-ભરમૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાહાડ ગામ પાસે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
ચંડીગઢથી એક વર્ષના બાળકની સારવાર કરાવીને આ પરિવાર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેમની કાર અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકી હતી.
આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર તમામ પાંચેય લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળ તરફ રવાના થઈ હતી. સતત થઈ રહેલી ભારે વરસાદ અને બનીખેટ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અવરોધિત હોવાના કારણે રાહત અને બચાવ ટિમ માટે ઘટનાસ્થળે પહોંચવું અત્યંત મુશ્કેલ બન્યું હતું. બાદમાં સ્થાનિક લોકો અને વહીવટી તંત્રની સંયુક્ત મદદથી રાહત અને બચાવ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પાંચેય વ્યક્તિઓની ઓળખ નીચે મુજબ થઈ છે:
બચન સિંહ (પુત્ર નારાયણ સિંહ, નિવાસી ગેહેરા) - જેઓ વ્યવસાયે ડ્રાઇવર હતા.
રિપન કુમાર (પુત્ર બચન સિંહ) - જેઓ હિમાચલ પ્રદેશ પોલીસની સેકન્ડ આઈઆરબીએન (સકોહ)માં તૈનાત હતા.
રિંપી (પત્ની રિપન કુમાર)
કીર્તિ (પુત્રી કેસર સિંહ) - જે બચન સિંહના સગા ભાઈની પુત્રી હતી અને ચંડીગઢમાં અભ્યાસ કરતી હતી.
પોલીસે પાંચેય મૃતકોના શબને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની સઘન તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનાને કારણે સમગ્ર ચંબા જિલ્લામાં શોકની લહેર છવાઈ ગઈ છે અને એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં ભારે માતમનો માહોલ છે.
ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે લાહાડ ક્ષેત્રમાં એક વાહન અકસ્માતનો ભોગ બન્યું છે, જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે અને અકસ્માતના વાસ્તવિક કારણોની તપાસ ચાલુ છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
