<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

યુપી, દિલ્હી, બિહાર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભયંકર ગરમી અને લૂ વરસવાનું હવામાન ખાતાનું એલર્ટ: બે સપ્તાહ સુધી આ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધુ રહેશે: ગરમીથી કોઈ જ રાહત મળવાની શક્યતા નથી: પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં રાત્રિના તાપમાનમાં પણ અસહ્ય વધારો થવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં આગામી દિવસો માટે હીટવેવ (લૂ) અને ભયાનક ગરમી પડવાની આકરી ચેતવણી જાહેર કરી છે. નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા તાકીદ કરાઈ છે.

 

સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ભારતીય હવામાન ખાતા દ્વારા લેટેસ્ટ બુલેટિન જારી કરીને ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ભયંકર ગરમી અને લૂ વરસવાનું 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. 

 

હવામાન વિભાગના સત્તાવાર નિવેદન મુજબ, આગામી બે સપ્તાહ સુધી આ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધુ નોંધાશે અને ગરમીથી કોઈ જ રાહત મળવાની શક્યતા નથી. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં રાત્રિના તાપમાનમાં પણ અસહ્ય વધારો થવાની સંભાવના છે. 

 

પ્રચંડ ગરમીને જોતા તંત્ર દ્વારા લોકોને હાઈડ્રેટેડ રહેવા અને તડકાથી બચવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

 

 

 

(11:28 AM IST)