તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નામદાર આગાખાન પ્રિન્સ રહીમ સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી
ભારત અને આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક વચ્ચે સામાજિક સેવા, શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે સહયોગ વધારવા પર ચર્ચા

(રહીમ વસાયા દ્વારા)મહુવા-નવી દિલ્હી તા.૧૦ : ભારતના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે આજે નવી દિલ્હી ખાતે શિયા ઈસ્માઈલી સમુદાયના 50મા ઈમામ નામદાર પ્રિન્સ રહીમ આગાખાન-5 સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં બંને મહાનુભાવો વચ્ચે ભારતમાં આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) દ્વારા ચાલી રહેલા માનવ સેવા, શિક્ષણ, આરોગ્ય અને ઐતિહાસિક ધરોહરોના જતનના કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા જણાવ્યું હતું કે, પ્રિન્સ રહીમનું ભારતમાં સ્વાગત કરવું એ ગૌરવની વાત છે અને ભારત AKDN સાથેના લાંબા અને વિશ્વાસપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે પ્રિન્સ રહીમ આગાખાન 9 થી 15 સપ્ટેમ્બર સુધી ભારતના પ્રવાસે છે. આ તેમની 50મા ઈમામ તરીકેની પ્રથમ ભારત યાત્રા છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
