<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

પ્રાથમિક બજારમાં ધમાકો: NSE સહિત ૧૧ IPO દ્વારા ₹૨૪,૬૦૦ કરોડ એકત્ર કરવાની તૈયારી

મુખ્ય ૫ મેઇનબોર્ડ અને ૬ SME IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે: રોકાણકારો માટે કમાણીની મોટી તક

મુંબઈ:  સેકેન્ડરી માર્કેટમાં માં જોવા મળેલી નબળાઈ અને ઘટાડા વચ્ચે પ્રાથમિક બજાર (માં જોરદાર તેજી જોવા મળી રહી છે. આગામી ટૂંકા સપ્તાહ દરમિયાન કુલ ૧૧ કંપનીઓ તેમના આઈપીઓ (IPO) દ્વારા બજારમાંથી ₹૨૪,૬૦૦ કરોડ એકત્ર કરવા જઈ રહી છે. આ ૧૧ ઇશ્યૂ પૈકી ૫ મુખ્ય મેઇનબોર્ડ IPO ₹૨૪,૩૨૮.૦૨ કરોડ અને ૬ SME સેગમેન્ટના IPO ₹૨૪૬.૨૬ કરોડ એકત્ર કરશે.

આ અઠવાડિયાનું મુખ્ય આકર્ષણ નેશનલ સ્ટોક એક્સચેન્જ  નો બહુપ્રતિક્ષિત ₹૨૨,૫૬૧.૬ કરોડનો મેગા IPO રહેશે, જે ૧૭ સપ્ટેમ્બરથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. તેની પ્રાઇસ બેન્ડ ₹૧,૭૦૦-₹૧,૭૮૫ નક્કી કરવામાં આવી છે. આ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) ઇશ્યૂ છે, જેમાં એન્કર બુકમાં LIC અને અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા રોકાણકારો ભાગ લે તેવી અપેક્ષા છે.

આ ઉપરાંત, ઓટોમોબાઇલ પાર્ટ્સ ઉત્પાદક હીરો મોટર્સ  પણ ૧૬ સપ્ટેમ્બરે ₹૧,૦૦૦ કરોડનો IPO લાવશે, જેની પ્રાઇસ બેન્ડ ₹૭૯-૮૪ પ્રતિ શેર રાખવામાં આવી છે. આ સાથે SS રિટેલ (₹૫૦૦ કરોડ), જિંદાલ સુપ્રીમ ઇન્ડિયા (₹૧૨૪.૮૮ કરોડ) અને સોનાસેલેક્શન ઇન્ડિયા (₹૧૪૧.૫૭ કરોડ) પણ તેમના મેઇનબોર્ડ ઇશ્યૂ સાથે બજારમાં પ્રવેશશે.

(7:33 PM IST)