તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
ડિફેન્સ સ્ટોક BEMLમાં ધમાકો: બજાર બંધ થયા બાદ સંરક્ષણ મંત્રાલય તરફથી મળ્યો ₹590 કરોડનો મેગા ઓર્ડર, બુધવારે રોકાણકારોની નજર શેર પર ટકશે
માત્ર ભારત જ નહીં, વિદેશમાં પણ વાગ્યો BEML નો ડંકો: મધ્ય પૂર્વના દેશોમાંથી મળ્યો $36.38 મિલિયનનો એક્સપોર્ટ ઓર્ડર, કંપનીનું ઇન્ટરનેશનલ ઓર્ડર બુકિંગ ₹800 કરોડને પાર

બેંગલુરુ: ભારતીય સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી પીએસયુ (PSU) કંપની ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) માટે આજનો દિવસ અત્યંત મહત્ત્વનો સાબિત થયો છે. મંગળવારે શેરબજાર બંધ થયાની ગણતરીની મિનિટોમાં જ કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ને મોટી જાણકારી આપી છે. સંરક્ષણ મંત્રાલયે કંપનીને ₹590 કરોડનો જંગી ઓર્ડર આપ્યો છે, જેની સીધી અસર આવતીકાલે શેરના ભાવ પર જોવા મળી શકે છે.
ઓર્ડરની વિગતો અને મહત્વ: આ ઓર્ડર કંપનીના બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જશે:
સંરક્ષણ મંત્રાલયે આ ઓર્ડર 'ટ્રોલ એસેમ્બલી' (Trawl Assembly) ના સપ્લાય માટે આપ્યો છે.
આ આખા સોદાનું મૂલ્ય આશરે ₹590 કરોડ અંકાયું છે.
: મંગળવારે બજાર બંધ થયાના માત્ર ૨૧ મિનિટ પછી એટલે કે સાંજે ૩:૫૧ વાગ્યે આ જાહેરાત થઈ હોવાથી, બુધવારે સવારે બજાર ખુલતાની સાથે જ આ સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે.
વિદેશી બજારમાં પણ મજબૂત પકડ: BEML ને માત્ર ઘરેલું સ્તરે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટી સફળતા મળી છે.
૧૩ એપ્રિલના રોજ કંપનીને મધ્ય પૂર્વના દેશોમાંથી માળખાગત પ્રોજેક્ટ્સ માટે ભારે સાધનો સપ્લાય કરવા માટે $36.38 મિલિયનનો ઓર્ડર મળ્યો હતો.
આ નવા ઓર્ડર સાથે કંપનીનું કુલ આંતરરાષ્ટ્રીય ઓર્ડર બુકિંગ વધીને $106.95 મિલિયન (આશરે ₹૮૯૨ કરોડ) થઈ ગયું છે.
૧૯૬૪થી કાર્યરત આ કંપની સંરક્ષણ મંત્રાલય હેઠળની 'શેડ્યૂલ A' કંપની છે.
શું બનાવે છે? તે રેલ્વે કોચ, મેટ્રો ટ્રેન, ખાણકામના સાધનો અને સંરક્ષણ ક્ષેત્રના સ્પેરપાર્ટ્સ બનાવે છે.
આ કંપનીમાં ભારત સરકાર ૫૪.૦૩ ટકા હિસ્સો ધરાવે છે.
કંપનીનું વાર્ષિક ટર્નઓવર આશરે ₹૪,૩૦૦ કરોડ છે.
છેલ્લા ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ₹૪૮ કરોડ રહ્યો હતો અને આવક ₹૧,૦૫૦ કરોડ નોંધાઈ હતી. જોકે ચોથા ક્વાર્ટરના પરિણામો હજુ આવવાના બાકી છે, ત્યારે આ નવા ઓર્ડર્સ કંપનીની બેલેન્સ શીટને વધુ મજબૂત બનાવશે. મંગળવારે BSE પર શેર ૪.૨૫ ટકા ઘટીને ₹૩,૫૩૪ પર બંધ થયો હતો, પરંતુ આ નવો ઓર્ડર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
